Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શ્રી રામદેવપીર-પોસ્ટ-5
એક વખત રામાપીરને એકીસાથે એક જ રાત્રીના બાર જગ્યાના પાટના વાયક આવ્યા. એમાંય નજીક-નજીકના ગામડાઓ હોય તો ઠીક, પણ દુર-દુરના બાર ગામના વાયક.હવે વાયક લીધુ એટલે હાજર તો રહેવું જ પડે. અને અલખધણીના વિશ્ર્વાસે રામાપીરે બારે-બાર જગ્યાએ પાટ પર હાજરી આપી. ત્યારથી ભક્તો રામાપીરને બાર બીજના ધણી કહેવા લાગ્યા.
અઢારે આલમમાં રામાપીરને લોકો માનતા હતા.દિન-દુઃખીયાના દુઃખ દુર થતા.પોતાની અલૌકિક શક્તિ વડે ભક્તોના અનેક કાયોઁ કયાઁ. લોકો રામદેવજીને "રામાપીર" તરીકે માનવા લાગ્યા
આમ રામાપીરની કીતિઁ છેક મક્કા-મદીના સુધી પહોંચી.ત્યાંના ઓલિયાઓ ચચાઁ કરવા લાગ્યા કે,પીર તો મુસલમાનમાં જ હોય, આ નવો પીર કયાંથી જાગ્યો ? ભારતમાં હમણાં ઘણાં પાખંડ ચાલે છે, પાખંડીઓ પોતાને પીર કહેવડાવીને ભોળી પ્રજા પાસે પોતાની જાતને પુજાવે છે. તો કયાંક આ કહેવાતા ';રામાપીર' પાખંડી તો નથી ને ?
આમ પાંચ પીર રામાપીરની કસોટી કરવા હિન્દુસ્તાન આવ્યા જગપ્રસિધ્ધ ઘટના છે કે પાંચ પીરની કસૌટીમાંથી રામાપીર ઊતિણઁ થયા.
પાંચે પીર એકીસાથે બોલી ઊઠ્યા,-હે રામાપીર!, અમને હતું કે પીર તો મુસલમાનમાં જ હોય.પણ તમારી પીરાઈ જોતા અમે આનંદિત થયા છીએ. અમે તમને "હિન્દવાપીર"ના નામથી નવાજીયે છીએ.ત્યારથી લોકો રામાપીરને 'હિન્દવાપીર' તરીકે માનવા લાગ્યા.
જ્યારે ગતગંગામાંથી કોઈ ભક્ત સિધ્ધકક્ષાએ પહોંચી જતા,ત્યારે 'સિધ્ધરો-મંડપ'કરતા. આ બાબતે વધારે ઊંડા ઊતરિયે તો કૈલાસ પર શિવજીએ આ મંડપ કરેલો. એટલે આ મંડપને શિવરો-મંડપ
પણ કહે છે. હાલ આપણે સવરા-મંડપકહીયે છીએ.
સવરા-મંડપમાં નિજારપંથી અનેક પીરાણાઓ-ગતગંગા-સિધ્ધો -સંતો-ભક્તોને બોલાવવામાં આવતા. વિશ્ર્વાસની દોર અને ઊપસ્થિત સૌના ભજન પ્રતાપે સ્થંભ ખડો થતો. એના પર બેડા ચડાવવામાં આવતા. નેજા ચડાવવામાં આવતા હતા. નેજાનો અથઁ ને....જો.... અલખધણી...ને....જો...ને...જો...
ભક્તિમાગઁમા સિધ્ધ થયેલા જ મંડપ કરી શકતા હતા. સિધ્ધો-ભક્તો પોતાની ભક્તિના પ્રમાણ આપતા. આ જોઈને જીજ્ઞાસુઓ ભાવવિભોર બની જતા અને છેલ્લા શ્ર્વાસ સુધી ભકતિમાગેઁ વળગી રહેવાના વ્રત-નિયમો લેતા. ભજન સત્સંગ થતા.અરસ-પરસ બધા મળતા. સવા દિવસ-કે સાડા ત્રણ દિવસનો શિવરો મંડપ થતો.
;જ્યારે ભીડ પડે-સંકટનાં વાદળો ઘેરાય ત્યારે ભક્તો રામાપીરનો હેલો ગાતા અને ગાતાની સાથે જ રામાપીર નિલમ ઘોડે અસવાર થઈ ભૂજે ભમ્મરિયો ભાલો લઈને ભકતોની વ્હાર કરતાં.
;આજના ટેલિફોનીક યુગમાં નંબર ડાયલ કરીને બોલીયે ત્યારે સામો જવાબ આવે, તેમાય કયારેક રોંગ-નંબરપણ લાગી જાય. ભક્તો "હેલો"
;ગાય એમાં કદી રોંગ નંબર લાગતો જ નહી;કયારેક ટ્રાય કરી જોજો
ક્રમશ -વધુ હવે પછી.....જયગુરૂરામ.

Gujarati Religious by બાબા સત્સંગી : 111348321
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now