હા કેટલાય
એવા મહાનુભાવો છે
લગ્ન મા એક નું આમંત્રણ હોવા છતાં સહપરિવાર જમી આવે અને કવર મા દસ દસ ની દસ નોટો મૂકે એ પણ જેમાં બે ત્રણ ને તો સેલોર પટ્ટી થી સાંધી રાખી હોય ઘણા એવા પણ હોય છે જે બિલકુલ ચૂંથાઈ ગયેલી અનેક જગ્યાએ સાંધેલી હોય
તેવી નોટો જે ભૂલથી આવી ગયેલ હોય અને ક્યાંય ન ચાલે એમ હોય તે લગ્ન ની સુઝાન મા ચાંલ્લો કરવા અલગથી ભેગી કરી રાખતા હોય છે
હા સહપરિવાર ત્રણ ત્રણ વખત તો કાઉન્ટર ની લાઈન મા વચ્ચે થી ઘુસી ને લઈ આવતા હોય છે અને વળી પાછા પૂછે કે કેટરરે ડિશ ઉપર રાખ્યું છે કે ઉઘાડું ?
જવાબ મળે કે હવે ઉધડા નો જમાનો જતો રહ્યો કાકા ડિશ ઉપર છે એક ડિશ ત્રણસો ના ભાવે
તો પણ ત્યાંને ત્યાં કહેવા માંડે કે ત્રણસો ની ડિશ છે પણ એ પ્રમાણે જોઈએ એવી રસોઈ નથી ઓલા ફલાણા કેટરસ વાળા ને આપવું જોઈએ ને હા એ મોંઘો છે પણ એની રશોઇ ને આટલા ઇલાકાં મા કોઈ ન પહોંચે પણ આ પહેલેથી થોડા લોભી પ્રકૃતિ ના તો ખરા એટલે આ સસ્તા વાળાને ઉપાડી લાવ્યા છે થોડા માટે કહેવડાવ્યું છે પ્રસંગ ની મજા બગાડી નાખી
પછી સમિયાણા મા ચારે તરફ નજર દોડાવવી ને આઇસ્ક્રીમ નું કાઉન્ટર ગોતી કાઢે અને સહપરિવાર ત્યાં આઇસ્ક્રીમ ના કાઉન્ટર ઉપર જઈ ને બબ્બે ત્રણ ત્રણ આઇસ્ક્રીમ ની વાટકીઓ ઉલાળી જાય અને કહે આઇસ્ક્રીમ બેજ ફ્લેવર નો રાખ્યો છે ઓછામાં ઓછો પાંચ ફ્લેવર નો તો હોવોજ જોઈએ પણ તેઓની પ્રકૃતિ પહેલેથી લોભી રહી છે એટલે આવા સસ્તા વાળા ને ગોતી લાવ્યા છે
આવા મહાનુભાવ નો આમતો મારી માફક ઘણાંને અનુભવ થયો હશેજ