❛કદીક સીધું કદીક આડું,
ચાલ્યાં કરવાનું આ ગાડું,
કર્મની ઘંટી દળતી રહેતી,
થોડુંક ઝીણું થોડુંક જાડું,
સપનાંઓને રોકો ત્યાં તો,
ઈચ્છાઓનું આવતું ધાડું,
આંસુનાં તોરણો બાંધીને,
આંખો પૂછે સેલ્ફી પાડું...?
આ જીવન છે જ અડવીતરું,
બસ દિલ થી જીવી લઉ તો સારું.
- અજ્ઞાત