ભણતર સાથે મસ્તી થઈ ગઈ,
માકૅસીટો ની પસ્તી થઈ ગઈ.
"માં" ની આંખે તૂત્યા સપના,
દુનિયા આખી હસ્તી થઈ ગઈ.
સાચા ની તો ખુટી જાતો,
ખોટાઓ ની વસ્તી થઈ ગઈ.
આંખો સામે ધંધો થાતો,
વિધ્યા નામે સસ્તી થઈ ગઈ.
ખરસે આજે તારો જો જો,
હિંમત સાથે કુસ્તી થઇ ગઇ....
લી.દિવ્યાંગ ચાવડા