Gujarati Quote in News by બાબા સત્સંગી

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ટ્રમ્પની ગુજરાત મુલાકાતને લઈને ગુજરાતી અખબારો ને ભારતીય મીડિયા જે સમાચાર પ્રસિધ્ધ કરે છે તેની સરખામણી તમારે અમેરિકાના અખબારો સાથે કરવી જોઈએ.ભારતીય મીડિયા ટ્રમ્પ ક્યાં પ્લેનમાં આવશે,શુ ખાશે,ક્યાં જશે એ ચોક્કસ તમને કહેશે પણ કેમ આવે છે એ તમને નહીં કહે.એમાં તમારો વાંક નથી.ભારતીય મીડિયાએ સમાચારો ગાયબ કરી દીધા છે.હવે મીડિયા પીઆર એજન્સી બની ગયું છે અને તમને ફાવી પણ ગયું છે.ટ્રમ્પની ભારત મુલાકાતનો હેતુ જો જાણવો હોય તો તમારે અમેરિકાના અખબારો ઉઠલાવવા પડે.જેવાકે વોશિગટન પોસ્ટ,ન્યૂયોર્ક ટાઈમસ વગેરે..આ પણ વિધિની વિડંબના કે ભારતના સમાચાર જાણવા અમેરિકાના અખબાર જોવા પડે..ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા એક સમાચાર પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે જેમાં સાફ કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પ રાજકીય લાભ ખાટવા ભારતની મુલાકાતે છે.( ક્વોટ આઘો પાછો હોય પણ મર્મ આજ છે સમાચારનો).ન્યુયોર્ક ટાઈમ્સ કહે છે અમેરિકામાં ટ્રમ્પની રાજકીય સ્થિતિ કથળી રહી છે.આગામી નવેમ્બર માસમાં અમેરિકામાં ચુંટણી છે અને ટ્રમ્પને અમેરિકાના ગુજરાતી મતદાતાઓનો સહારો જોઈએ છે.માટે તે ભારત અને ખાસ કરીને ગુજરાતની મુલાકાતે છે.અહીં યાદ રાખવું જરૂરી છે કે ન્યૂયોર્ક ટાઈમ્સ અગાઉ એક એહવાલ પ્રસિધ્ધ કરી ચુક્યું છે જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે પ્રેસિડેન્ટ બન્યા પછી ટ્રમ્પ 10 હજાર 921 વખત જૂઠું બોલ્યા છે..
ટ્રમ્પની અમદાવાદ મુલાકાત સમયે સ્લમ વિસ્તારને ઢાંકવામાં બનાવવામાં આવેલી દીવાલ દીવાલ પાછળના ઝુંપડા ટ્રમ્પ જુએ ન જુએ.ન્યૂયોર્ક ટાઈમ્સ જુએ છે.અખબારે પોતાની સ્ટોરીમાં આ દીવાલની માહિતી આપી છે.ગુજરાતી પત્રકારો ઈચ્છે તો પત્રકારીતા કેવી રીતે થાય તે આ સ્ટોરીથી શીખી શકે છે.અખબારે ટ્રમ્પના સુરક્ષા કર્મચારીઓનો ક્વોટ લીધો છે.જેમણે સુરક્ષાના કારણોસર દીવાલ બનાવવામાં આવી હોવાનું જણાવ્યું છે.તરતજ અખબારે આ દીવાલ બનાવનાર કોન્ટ્રાક્ટરનો ક્વોટ લીધો જેણે કહ્યું " મને એમ કહેવામાં આવ્યું છે કે દીવાલ એ રીતે બનાવજો કે ઝૂંપડપટ્ટી ન દેખાય".બંને નિવેદનોમાં કેટલો વિરોધાભાસ છે?દીવાલ કેમ બનાવી તે વાચકે જ નક્કી કરવાનું.અખબારે બન્ને બાજુ તમારી સામે મૂકી દીધી.ગુજરાતી પત્રકારોએ પોતાનું રિપોર્ટિંગ સ્તર સુધારવા આ કાર્ય પદ્ધતિ અપનાવવી જોઈએ.આ સ્ટોરીનો સીધો મતલબ થાય છે કે આપણે ભલે કરોડોનો ખર્ચો કરીયે પણ ટ્રમ્પની મુલાકાતથી ભારતને નહિ ખુદ ટ્રમ્પને ફાયદો થવાનો છે.આમેય ગુજરાતીમાં કહેવત છે." લાલીયો લાભ વગર લોટે નહીં"...

Gujarati News by બાબા સત્સંગી : 111347610
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now