મને ભુલ્યાને મારગ બતાવ્યો ગુરૂજી મળીયા જ્ઞાની રે,
આવા પુરન ગુરૂ અવતાર ગુરૂજી મને મળીયા રે..
તન મન ધન કર્યું અર્પણ ગુરૂજીના શરણે,
ગુરૂજીએ પાંચ પ્રણ લીધા વચને,
પછી છઠ્ઠે ઓળખાયા સર્જનહાર...ગુરૂજી મળીયા જ્ઞાની રે
ધન ધન સદગુરૂ દેવને,
એક ૫લમાં ઓળખાવ્યા રમતા રામને,
હું તો જ્યાં જોવું ત્યાં કરતાર... ગુરૂજી મળીયા જ્ઞાની રે
ગોપાલ સંત થકી ગુરૂ મળીયા રે,
લખ ચૌરાશી ચક્કર છુટીયા રે,
આવા ગુરૂની શરણ હર દ્રાર... ગુરૂજી મળીયા જ્ઞાની રે
" દાસ શનું "ગુરૂગમથી બોલીયા રે,
ચંચલ મનવા હરિ સંગ જોડીયા રે,
તમે આવી જુવો એકવાર ... ગુરૂજી મળીયા જ્ઞાની રે
_નિલેશ કાકલોતર