📝📝📝📝📝📝📝📝📝
કાગળ હોય તો વાંચીએ વણજારા જી રે
ઓલ્યાં કરમ વાંચ્યાં કેમ જાય રે... લાલ વણજારા જી રે...
ખેતર હોય તો ખેડીયે, વણજારા જી રે
ઓલ્યાં ડુંગર ખેડ્યાં કેમ જાય રે... લાલ વણજારા જી રે...
કોયલ હોય તો પાળીયે, વણજારા જી રે
ઓલ્યાં ઓળાની રખવાળી કેમ થાય રે... લાલ વણજારા જી રે...
કુવો હોય તો સિંચીએ, વણજારા જી રે
ઓલ્યાં સમદર સિંચ્યાં કેમ જાય રે... લાલ વણજારા જી રે
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷