🎹🎵🎹🎵🎹🎵🎹🎵🎹🎵🎹
હે ભજન વિના મારી ભુખ નહી ભાંગે હાં...રામ
હે સમરણ વિના મારી તલબ ન જાય રામા
હે અવર દેવ કો મૈં નહીં યાચું હાં...રામ
હે કૃપા કરો ને તમે રણુજાના રાય રામા
જી રે પીરજી પાંખ વિના પંખી કેમ ઉડશે હાં...રામ
હે જળ વિના મછીયાનાં કોણ હવાલ રામા
હે તુમ વિના રામા કોણ ગતિ મેરી હાં...રામ
હે ભક્તોનાં તમે સદા રખવાળ રામા
જી રે પીરજી મક્કા મદીના મકરાણા ઘોડા હાં...રામ
આવંતા મેં તો દીઠ્યા અસવાર રામા
હે બનીઠની ને વ્હાલા વાટે ને ઘાટે હાં...રામ
હે નિરખ્યા છે મેં તો રણુજાના રાય રામા
જી રે પીરજી આદિ પુરુષ અલખ પણ આપ છો હાં...રામ
હે જન્મોજન્મ ની કાપી છે જાળ રામા
હરિ ચરણોમાં "ભાટી હરજી" રે બોલ્યા હાં...રામ
ભક્તોનાં તમે સદા રખવાળ રામા
✒️✒️✒️હરિજી ભાટી ✒️✒️✒️