Gujarati Quote in Motivational by vaibhav patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

100 વિદ્યાર્થીઓના એક હોસ્ટેલના કેન્ટીનમાં રોજરોજ દાળભાતનુ ખાઈ ખાઈ ને કંટાળેલા 80 વિદ્યાર્થીઓએ હોસ્ટેલના ગૃહપતિને ફરીયાદ કરી કે અમારે રોજરોજ દાળભાત જ ખાવાના ? કાંઈક નવું તો આપો.

આ 100 લોકોમાથી 20 લોકો એવા હતા જેને દાળભાત બહું જ ભાવે.એ લોકો એમ ઈચ્છતા હતા કે દાળભાત તો રોજ જોઈએ. બાકીના 80 લોકો અલગ શાકની માંગણી કરી રહ્યા હતા.

ગૃહપતિ એ વિચારીને નકકી કર્યુ કે આપણે વોટીંગ કરીએ. જે સબ્જી ને સહુથી વધારે વોટ મળે તે આપણે બનાવડાવીશુ.

ચુંટણી થઈ.....

જેમને દાળભાત પસંદ હતાં એ 20 લોકોએ દાળભાત માટે મત આપ્યો.

બાકીના 80 લોકોએ અંદરો અંદર કોઈ વાતચિત ના કરી અને પોતપોતાની પસંદ, ટેસ્ટ અને વિવેક પ્રમાણે મત આપ્યો

હવે આમાથી
# 14 લોકોએ રીંગણ ને મત આપ્યો.
# 16 લોકોએ બટાકા ડુંગળી ને મત આપ્યો.
# 18 લોકોએ કોબી ફલાવર ને પસંદ કરી મત આપ્યો
12 લોકોએ સરગવાને મત આપ્યો
# 10 લોકોએ મીસ સબ્જી પુરી ને મત આપ્યો.
# 10 લોકોએ વળી પોતાની રીતે અલગ અલગ સબ્જી ને મત આપ્યો

હવે વિચારો...
શું થયું હશે...???

એ કેન્ટીનમાં આજે પણ એ 80 લોકો રોજ દાળભાત ખાય છે

મતલબ....
કાઈ સમજમાં આવે છે...????

જયાં સુધી 80% લોકો અંદરો અંદર જાત પાત, પંથ, પ્રદેશ, અને વિચારધારા ના લીધે બે ભાગમાં વહેંચાતા રહેશે ત્યાં સુધી 20% લોકો તમારા ઉપર રાજ કરતા રહેશે...
The_One

Gujarati Motivational by vaibhav patel : 111347033
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now