Quotes by vaibhav patel in Bitesapp read free

vaibhav patel

vaibhav patel

@vaibhavpatel9671
(35)

👌👌
*ગવર્નમેન્ટ ખાતામાં ૧૦ મિનિટ બેસો :*
તમને લાગશે કે જીવન ખૂબજ મુશ્કેલ છે.

*દારૂડીયા સાથે ૧૦ મિનિટ બેસો :*
તમે અનુભવશો કે જીવન ખૂબ જ સરળ છે.

*સાધુઓ અને સન્યાસી સાથે ૧૦ મિનિટ બેસો :*
તમને બધુ જ દાનમાં આપી દેવાનું મન થશે.

*કોઈ નેતા સાથે ૧૦ મિનિટ બેસો :*
તમને લાગશે કે તમારા બધા અભ્યાસો નકામા છે.

*લાઇફ ઇન્સ્યુરન્સ એજન્ટ સાથે ૧૦ મિનિટ બેસો :*
તમને લાગશે કે જીવવા કરતા મરી જવું વધુ સારું છે.

*વેપારીઓ સાથે ૧૦ મિનિટ બેસો :*
તમને લાગશે કે તમારી કમાણી ખૂબ ઓછી છે.

*વૈજ્ઞાનિકો સાથે ૧૦ મિનિટ બેસો :*
તમે તમારી પોતાની જ અજ્ઞાનતાનું પ્રચંડ અનુભવ થશે.

*સારા શિક્ષકો સાથે ૧૦ મિનિટ બેસો :*
તમને ફરીથી વિદ્યાર્થી બનવાની ઇચ્છા થશે.

*ખેડૂત અથવા કામદાર સાથે ૧૦ મિનિટ બેસો :*
તમને લાગશે કે તમારે હજી વધારે મહેનત કરવાની જરૂર છે.

*સૈનિક સાથે ૧૦ મિનિટ બેસો :*
તમને લાગશે કે તમારી પોતાની સેવાઓ અને બલિદાનનું કંઈજ મહત્વ નથી.

એક સારા મિત્ર સાથે ૧૦ મિનિટ બેસો :
*તમને લાગશે કે તમારું જીવન સ્વર્ગ છે.*

તમારી સાથે કેવી કંપની છે, એ મહત્વનું છે.👌🙏🏻🙂

~ વૈભવ પટેલ

Read More

ધોરણ પાંચ સુધી સ્લેટ ચાટવાથી
કેલ્શિયમની ઉણપ પૂરી કરવી
એ અમારી કાયમી ટેવ હતી..!

અને ભણવાનો તણાવ ?પેન્સિલનો પાછલો હિસ્સો ચાવી ચાવીને
તણાવમુક્ત થઈ જતા હતા..!👍😂

અને હા ...
ચોપડીઓની વચ્ચે
વિદ્યાના ઝાડનું ડાળું અને મોરના પીંછાંને મૂકવાથી અમે હોંશિયાર થઈ જઈશું
એવી દૃઢ માન્યતા હતી..!😊

અને
કપડાના થેલામાં ચોપડા ગોઠવવા એ અમારું આગવું કૌશલ્ય હતું.

ચોપડા ગોઠવવા એ જ
એ જમાનામાં હુન્નર મનાતું હતું.
અને ..
ચોપડાઓ ઉપર પૂંઠા ચડાવવા એ અમારા જીવનનો વાર્ષિક ઉત્સવ હતો ‌...😂

અને માતા-પિતાને
અમારા ભણતરની તો
કોઈ ફિકર કે ચિંતા જ નહોતી.👍

વર્ષોના વર્ષ વીતી જતા
છતાં અમારા માતા-પિતાના
પાવન પગલાં ક્યારેય
અમારી સ્કૂલ તરફ પડતા ન હતાં.

અને
અમારા દોસ્તો મજાના હતા.

જ્યારે
સાયકલ લઈને જતા હતા ત્યારે એકને ડંડા પર અને બીજાને કેરિયર પર બેસાડતા
અમે કેટલીયે મંઝિલો ખેડી હશે,
એ અમને યાદ નથી ...

પરંતુ
થોડી થોડી બસ અસ્પષ્ટ યાદો અમારી સ્મૃતિ પટલ પર છે...!

એ જમાનામાં
ટેલિવિઝન નવાનવા આવ્યા હતા.
કોઈક કોઈકના ઘરે જ ટેલિવિઝન હતા.
જોવા જઈએ તો ક્યારેક ક્યારેક અમને કાઢી મૂકવામાં પણ આવતા.
છતાં અમને ક્યારેય
અપમાન જેવું લાગતું ન હતું

નિશાળમાં
શિક્ષકનો માર ખાતા કે અંગૂઠા પકડતા ક્યારેય શરમ કે સંકોચ નથી અનુભવ્યો કારણ કે ....

તે વખતે ક્યારેય
અમારો "ઇગો" હર્ટ નહોતો થતો.
કારણ કે ...
અમને ખબર જ નહોતી કે
ઇગો કઈ બલાનું નામ છે ?👍🏻👍🏻😀

માર ખાવો એ અમારા જીવનની દૈનિક સહજ પ્રક્રિયા નો ભાગ જ હતો...!

મારવાવાળો અને માર ખાવાવાળો..બંને ખુશ થતા હતા કારણ કે ..

એકને એમ હતું
કે ઓછો માર ખાધો ..
અને બીજાને એમ થતું હતું
કે
અમારો હાથ સાફ થઈ ગયો..!
આમ બંને ખુશ...!😂😂

અમે ક્યારેય
અમારા મમ્મી પપ્પા કે ભાઇ-બહેન ને એવું ન બતાવી શક્યા કે ...અમે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ.

આજે અમે
દુનિયાના ઉતાર-ચઢાવનો હિસ્સો બની ચૂક્યા છીએ

અમે
જે જીવન જીવીને આવ્યા છીએ, તેની સામે
હાલનું જીવન કાંઈ જ નથી.

અમે સારા હતા કે ખરાબ....
એ ખબર નથી
પણ...
અમારો પરિવાર અને અમારા મિત્રો એક સાથે હતા
એ જ મહત્વનું હતું...!

અને એ જે આનંદ દિવસનો ભાથું આજે પણ અમારી ઈમ્યુનીટી વધારી આપે છે.😉
હંમેશા ખુશ રહો મસ્ત રહો.😃😜

વૈભવ પટેલ

Read More

*એક ગામમાં ખેડૂત રહેતો હતો જે દૂધમાંથી દહીં અને માખણ બનાવતો અને વેચતો.*

એક દિવસ, *તેની પત્નીએ તેને માખણ તૈયાર કરાવ્યું અને તે તેના ગામથી શહેરમાં વેચવા માટે જવા નિકળ્યો ....*

*તે માખણના ગોળ પીંડા બનાવવામાં આવ્યા હતા. અને દરેક પીંડાનુ વજન એક કિલો હતું ....*

*શહેરમાં ખેડૂતે માખણ હંમેશની જેમ દુકાનદારને વેચી દીધું અને દુકાનદાર પાસેથી ચા, ખાંડ, તેલ, સાબુ અને જરૂરી વસ્તુ ખરીદ્યા પછી તે પાછો તેના ગામમાં ગયો....*

ખેડૂત ગયા પછી -

... દુકાનદારે માખણ ફ્રિજમાં રાખવાનું શરૂ કર્યું ...

*ત્યા તેને વિચાર આવ્યો કે મારે આનો વજન કરવો જોઈએ, જ્યારે એક પીંડાનુ (માખણનો એક ટુકડો)વજન કરવામાં આવ્યુ ત્યારે તેનુ વજન ફક્ત 900 ગ્રામ હોય છે. તે આશ્ચર્ય અને નિરાશા સાથે બહાર આવ્યો, તેણે તમામ ટુકડાઓનું વજન કર્યું, પરંતુ ખેડૂત દ્વારા લાવેલા બધા ટુકડાઓ 900-900 ગ્રામના હતા....*

આવતા અઠવાડિયે, ખેડૂત ફરીથી હંમેશની જેમ માખણ લઈને દુકાનદારના ઉંબરે ગયો.

*દુકાનદારે ખેડૂતને બૂમ પાડીને કહ્યું: ભાગ અહીથી, મે તારી જેવો કપટી, છેતરપીંડી કરનારો માણસ ક્યાંય જોયો નથી...*

*તુ જે એક કિલો કહીને માખણ વેચે છે ..તે ખરેખર 900 ગ્રામ જ નિકળ્યુ... મારે તને પોલીસના હવાલે કરી દેવો જોઇએ...હુ તારુ મોઢુ જોવા માંગતો નથી.. ભાગ અહીથી....*

ખેડૂતે દુકાનદારને ખૂબ નમ્રતાપૂર્વક (નમ્રતાથી) કહ્યું, *"મારા ભાઇ મારાથી નારાજ ન થતા, અમે ગરીબ લોકો છીએ, ક્યારેય કોઇને છેતરતા આવડતુ નથી...પણ...*
અમારા માલનું વજન કરવા માટે અમારી પાસે વજનિયા ક્યાંથી હોય....??

*" જ્યારે અમે માખણના પીંડા બનાવીએ ત્યારે હું તમારી પાસેથી લીધેલી એક કિલો ખાંડ લઉં છું, અને એક બાજુ ત્રાજવામા મુકુ છુ અને બિજી બાજુ માખણ મુકીને એટલા જ વજનનુ જોખુ છુ... એ રીતે અમે માખણના બધા પીંડા તૈયાર કરીએ છીએ....*

પેલો દુકાનદાર શુ બોલે ? તેની હાલત તો કાપો તો લોહી ન નિકળે એવી થઇ ગઇ..

*"જે આપણે બિજા લોકોને આપીશું,*
*તે જ ફરીને આવશે ...*

*પછી ભલે તે આદર હોય, સન્માન હોય,*
*કે છેતરપીંડી… "*

Read More

*તુલના*


શ્વેતાએ એક કલાકમાં 10 કિ.મી.નું અંતર કાપ્યું.


આકાશે એટલું જ અંતર દોઢ કલાકમાં કાપ્યું.


બંનેમાંથી કોણ ઝડપી અને તંદુરસ્ત ગણાય?


અલબત્ત અપણો જવાબ શ્વેતા હશે.


જો શ્વેતાએ આ અંતર તૈયાર ટ્રેક પર પાર કર્યું હોય અને આકાશે રેતાળ રસ્તા પર ચાલીને પાર કર્યું હોય તો ???


તો પછી આપણો જવાબ હશે,,, આકાશ.


પરંતુ જ્યારે ખબર પડે કે શ્વેતા 50 વર્ષની છે જ્યારે આકાશ 25 વર્ષનો છે ત્યારે ??


તો પછી આપણો જવાબ ફરી શ્વેતા હશે.


પરંતુ આપણને ખબર પડે કે આકાશનું વજન 140 કિલો છે જ્યારે શ્વેતાનું વજન 65 કિલો છે તો?


ફરીથી તમારો જવાબ આકાશ હશે


જેમ જેમ આપણે આકાશ અને શ્વેતા વિશે વધુ જાણીશું, કોણ વધુ સારું છે તેના વિશે આપણા મંતવ્યો અને નિર્ણય બદલાશે.


જીવનની વાસ્તવિકતા પણ એવી જ છે. આપણે ખૂબ જ ઉતાવળથી મંતવ્યો બાંધીએ છીએ, જેના કારણે આપણે પોતાને અને અન્ય લોકો સાથે ન્યાય કરી શકતા નથી.


દરેક પાસે અલગ અલગ તકો હોય છે.
જીવન બધાના જુદા જુદા હોય છે.
સંસાધનો બધાને સરખા નથી મળતા
સમસ્યાઓ બધાની અલગ અલગ હોય છે.


દરેક પાસે ઉકેલો અલગ અલગ હોય છે.


તેથી જીવનની શ્રેષ્ઠતા કોઈની સાથે *સરખામણી* કરવામાં નથી પરંતુ પોતાના જાતપરીક્ષણમાં છે.


તમે શ્રેેેેષ્ઠ છો. તમે જેવા છો તેવા રહો અને તમારા સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે તમારા શ્રેષ્ઠ પ્રયત્નો કરતા રહો.

Read More

પક્ષીઓથી કંઈક શીખવા જેવું છે
🦜 🦜 🦜 🦜🦜

🦜૧. તેઓ રાતે કંઈ ખાતા નથી.

🦜૨. તેઓ રાતે ક્યાંય ફરતા નથી.

🦜૩. તે પોતાની જાતે જ પોતાના
બાલ બચ્ચાઓને તાલીમ આપે
છે. ટ્રેઈન થવા બીજા પાસે
મોકલતા નથી.

🦜૪. તેઓ ઠાંસી ઠાંસીને કદી ખાતા
નથી. તમે કેટલાય દાણા
નાખ્યા હોય તો પણ થોડું
ખાઈને ઉડી જશે. વળી
1 દાણાનોય સંઘરો કરતા નથી.

🦜૫. રાત પડતા જ સુઈ જાય
સવારે વહેલા ઉઠી જાય.
તે પણ ગાતા ગાતા જ ઉઠે.

🦜૬. ગમે તેવી પરિસ્થિતી હોય તો પણ પોતાનો
ખોરાક બદલાતા જ નથી.

🦜૭. પોતાની જ્ઞાતિમાં જ પરણશે
એટલે કે કુટુંબ જોડે જ રહી
શકાય. (તમે હંસ કાગડાની
જોડી પતિ-પત્નિ તરીકે ક્યાંય
જોઈ?)
તેવું હોતું કે બનતું જ નથી ને.

🦜૮. પોતાની શરીર જોડેથી ખૂબ
કામ લે છે. રાત સિવાય
આરામ પણ કરતા નથી. આળસુ નથી હોતાં.

🦜૯. બીમાર પડે તો ખાવાનું બંધ
કરી દે છે. ને શરીર સારું થાય
મનને ઠીક લાગે ત્યારેજ ખાય છે.

🦜૧૦. પોતાના બચ્ચાઓને ખૂબ
સ્નેહ કરે છે. ખૂબ પ્રેમ આપે છે.

🦜૧૧. અંદરો-અંદર ઝગડવાનું
ઓછું. હળી મળીને રહેવાનું વધુ.

🦜૧૨. કુદરતના બધા નિયમોનું
પાલન્ ફરજીયાત કરતા
હોય છે.

🦜૧૩. પોતાનું ઘર/માળો પણ ઇકો
પણ ફ્રેન્ડલી જ બનાવે.
પોતાની જરૂરિયાત જેવડો
જ.

🌾આ બધું આપણે પણ પક્ષીઓ પાસેથી શીખવા જેવું ખરું!!!🌾

Read More

*મેણું🍁🍁🍁*

*ગજબ નું મેણું માર્યું*
  *પ્રભુ એ આજે મંદિરમાં*કહ્યું કે.., *હમેશાં માંગવા માટેજ આવે છે* *ક્યારેક*
*મળવા તો આવ મને*,
   *માંગવાની જરુર નહિ પડવા દઉ..*
-vaibhav patel

Read More

*સાંજે કરમાય જવાના...*
*એ ખબર જ છે, ફુલને...!*

*તો ય રોજ સવારે...*
*હસતાં હસતાં ખીલે છે...!!*

*બસ એનુ જ નામ છે...*
*જીંદગી...!!*
~vaibhav patel~

Read More

આજે સવારે ચાલતો
હતો ત્યાં કોઈકે બોલાવ્યો.
જોયું તો પીપળો.
હું ઝડપથી ચાલતો
પીપળા પાસે ગયો,
વંદન કર્યા.
ખબરઅંતર પૂછ્યા.
કહે મને તો કંઈ થયું નથી,
પણ તમે બધા ઓક્સિજન માટે
વલખાં મારો છો તે
મારાથી જોયું જતું નથી.

પીપળાના કંઠમાં ભીનાશ હતી.

મેં કહ્યું.. અમે હવા બગાડી, આરોગ્ય બગાડ્યું, શરીર વારંવાર ખોટવાઈ જાય તેવા ધંધા કર્યા, હવે વાત પ્રાણવાયુએ પહોંચી છે... વાંક તો અમારો જ છે ને?

પીપળો બોલ્યો: આવી સમજણ છે એ બહુ મોટી વાત છે. મને અફસોસ એ વાતનો છે કે હું 24 કલાક ઓક્સિજન બનાવું છું તો પણ આવા કપરા સમયમાં માણસજાતને મદદ કરી શકતો નથી...

મેં કહ્યું મન નાનું ના કરો, તમે તો સદીઓથી અમને પ્રાણવાયુ આપી જ રહ્યા છો.. અમને કોઈ ટીપ્સ આપો..

પીપળો વિચારમાં પડ્યો. થોડું ફરફર્યો. બોલ્યો... માણસ જાત કોઈની ટીપ્સ લે એ વાતમાં માલ નથી.
મેં કહ્યું હવે એવું નથી દેવ.. હવે અમારી સાન ઠેકાણે આવી છે.. કંઈક અમને મદદ કરે તેવું કહો..

પીપળો બોલ્યો:
બસ, માપમાં રહો... વિકાસ કે પ્રગતિની પાછળ ચાલો, દોડો નહીં.. પૈસા, સુખ- સગવડ, સાધનો, ઉપકરણો, પ્રતિષ્ઠા બધામાં માપ રાખો..
હવે માનવ જાતનો જીવન મંત્ર
હોવો જોઈએ... માપસર.

મેં બે હાથ જોડીને પીપળાને વંદન
કર્યા.
ત્યાં તો મારા શરીરમાં જબરદસ્ત ફેરફાર થયો... નાક શ્વાસ લેતાં થાકવા લાગ્યું. મને એકદમ સારું લાગવા માંડ્યું. દોડતો દોડતો ઘરે ગયો. ઓક્સિમીટરથી ઓક્સિજન માપ્યો... 110.

100થી પણ ઉપર.
ત્યાં મોબાઇલ ફોનની રિંગ વાગી.
ફોન ઉપાડ્યો. સંભળાયું.. પીપળો બોલું છું.. મેં જ મોકલ્યો હતો ઓક્સિજન.
કહી દેજે આખી માનવજાતને કે અમારામાં છે ક્ષમતા ઓક્સિજન પૂરો પાડવાની.. અમારી સાથે તાલમેલ રાખશો તો
બાટલામાંથી નહીં પાંદડામાંથી
પ્રાણવાયુ મળશે..

હું વિચારમાં પડી ગયો....

ધરતી નું આભૂષ્ણ ઝાડ અને જંગલ છે અને ધરતી નો અભિષેક પાણી છે.....
ધરતી ના પુત્ર સમાન ઝાડ નું જાતન કરીયે, નદી -તળાવ ને જીવંત અને સ્વચ્છ રાખીયે.,

ઘણું થયું હવે સમજીયે .અને "વનસ્પતિ નું વૃંદાવન "ખીલવીએ.🌕💧💦🌳

Save Earth....🌕
Save Tree.....🌳🌱
Save Water.. 💧💦

~vaibhav patel

Read More

એક વિડંબના
પરિવારમાં એક દિકરો અને એક દિકરી હોય તો નાનું કુટુંબ સુખી કુટુંબ લાગે છે...પણ તેના ગંભીર પરિણામો તરફ આપણું ધ્યાન જ નથી ગયું... માત્ર એક દીકરો કે દીકરી હોય તો...... ??????
આવતા 20 વર્ષોમાં, આપણા ઘર-પરિવારમાં કેટલાક સંબંધો કાયમી માટે સમાપ્ત થઈ જશે. જેમકે...
ભાઈ-ભાભી,
દેવર- દેવરાણી,
જેઠ-જેઠાણી
કાકા, કાકી,
ભાભી-દિયર,
ફઈ-ફૂવા,
મામા-મામી,
માસી-માસા,
સહિતના બધા નહીં......તો પણ અમુક સંબંધો આપણા ઘરોથી સમાપ્ત થઈ જશે. તેમાં કોઈ શંકા નથી ‌

માત્ર સાડા ત્રણ લોકોના પરિવારો બચશે,
હિંમત આપવા વાળો ..મોટો ભાઈ નહીં
એક ચંચળ તોફાની નાનો ભાઈ નહીં હોય,
ના ઘરમાં ભાભી હશે ના નખરાળો નાનો દિયર હશે,
જેઠાણી, દેરાણી, નણદ વિનાની વહુએય પણ બાપડી એકલી હશે,તેની સાથે હસવા-વાતો કરવા કે મદદ કરવા કે મજાક ઉડાવવા વાળુ કોઈ નહી હોય !!!
બીજી વાત.....
એકંદરે ફેશનની મૂર્ખતા અને હું અને હું ની મુઢતા અને અજ્ઞાનતાને કારણે.....પરિવારો અંત તરફ જઈ રહ્યા છે !!!

બે ભાઈઓ સાથેના પરિવારો પણ છેલ્લા તબક્કા પર છે !
પહેલાં ચાર ચાર ભાઈઓ ના મોટા પરિવારો કાચા મકાનોમાં એકસાથે ખુશખુશાલ રહેતા હતા.
હવે મોટા બંગલામાં અઢી લોકો રહેવાની ફેશનમાં ઢળી ચૂક્યા છે.આવડા મોટા મકાનમાં એકલવાયું ના લાગે હે ???

મન ઉદાસ થાય છે ને? આપણે આ દિશામાં પ્રામાણિકપણે વિચારવું જોઈએ.

આ પડકારજનક સદીમાં, આપણા એકલા બાળકને ભાઈઓના ખભા પર હાથ રાખ્યા વિના કઈ જવાબદારી કોણ આપશે અને કોણ તેને હિંમત આપશે? સાજે માંદે...કોણ કોના ખબર અંતર પુછશે ?? કોણ તાત્કાલિક દવાખાને લઈ જશે.??
લગ્ન પ્રસંગે કે તહેવારે કોની સાથે આનંદ પ્રમોદ કરશો ??
આ એક મોટી ચિંતાજનક બાબત છે.
એકલા બેસી ચિંતન-મંથન કરશો, વિચારજો...
થોડા ઘણા પરિવારો બચ્યા છે... ત્યાં પણ નવી પેઢીની છોકરીઓને સમુહ કુટુંબમાં રહેવું નથી.... એવી શરતે તો તે લગ્ન માટે હા પાડે છે.... આથી વૃદ્ધાશ્રમો વધતા જાય છે...
થોડા વર્ષો પછી આવી કુટુંબ વ્યવસ્થાની ભયાનકતા જોજો... દુઃખ સિવાય કાંઇ નહીં મળે..
આ લેખ નો સ્ક્રીન શોટ લઈ લેજો ..... અને ૧૦/૧૫ વર્ષ પછી મોકો મળે તો આ લેખ ત્યારે વાંચજો....
ખૂબ ચિંતન કર્યા પછી લખવાનું સાહસ કર્યું છે. મારી દ્રષ્ટિએ આવનાર દસ પંદર વર્ષ પછી આ નરી વાસ્તવિકતા હશે એમાં કોઈ શંકા નથી.


🌹વૈભવ પટેલ🌹

Read More