ભીતર સદગુરુ મળિયા
🌻🌻🌻🌻🌻🌻🌻
બેની ! મુને ભીતર સદગુરુ મળિયા રે
વરતાણી આનંદલીલા મારી બાયું રે
બેની ! મુને ભીતર સતગુરુ મળિયા
કોટિક ભાણ ઉગ્યા દિલ ભીતર
ભોમ સઘળી ભાળી
સુન-મંડળમાં મારો શ્યામ બિરાજે
ત્રિકુટીમાં લાગી મુને તાળી
બેની મુને ભીતર...
ઘડી ઘડીના ઘડિયાળા વાગે
છત્રીસે રાગ શીની
ઝળકત મો'લને ઝરૂખે જાળીયા
ઝાલરી વાગી ઝીણી ઝીણી
બેની મુને ભીતર...
બાવન બજારુ ચોરાસી ચોવટા
કંચનના મોલ કિના
ઇ મોલમાં મારા સતગુરુ બિરાજે
દોય કર આશન દિના
બેની મુને ભીતર...
સત નામનો સંતાર લીધો
અને ગુણ તખત પર ગાયો
લખીરામ ચરણે કરમણ બોલ્યા
ગુરુજીએ ગુપ્ત પિયાલો અમને પાયો
બેની મુને ભીતર...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻