Gujarati Quote in Story by Nikunj Gupta

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગઈ કાલે એક માતા એની ૧૬ વર્ષ ની પુત્રી લઇ ને ક્લિનિક પર આવી અને કેહવા લાગી,

"આ ખુબ જ જીદ્દી થઇ ગઈ છે, કઈ વાત સાંભળતી નથી, વળતો જવાબ આપી દઈ છે,"



એની દીકરી કહે,

"મમ્મી એક ની એક વાત વારે - વારે કહ્યા કરે છે"



હજુ તો દીકરી એની વાત પૂરી કરે એ પેહલા જ મમ્મી બોલી

"જુઓ દાકતર સાહેબ, કેવો વળતો જવાબ, આને તો એની સાસુ જ સીધી કરશે"



આટલી વાતો સાંભળ્યા પછી હું મારા મન માં..

"હજુ તો લગ્ન નથી થયા, એ પેહલા જ સાસુ-વહુ નો સંબંધ કેટલો બદનામ કરી દીધો"...



અરે, જે પોતાના વર્ષો ની ઘર-ગૃહસ્તી ને તારી દીકરી ના હાથ માં થમાવશે,

તાવ આવશે તો તેના માથા પર મીઠા ના પોતા પણ તે લગાવશે..

પોતાની જીંદગીભર ની કમાણી તારી દીકરી ને જ દઈ જશે,

જો, થોડું ખીજાઈ જશે તો કઈ મોટી આફત આવી જશે...

(અહી જિંદગીભર ની કમાણી એટલે મારો મતલબ રૂપિયા કે પ્રોપર્ટી નહિ પણ તેનો પુત્ર છે, કારણ કે એક માં માટે જીંદગીભર ની કમાણી એટલે એનો પુત્ર જ હોય છે.)



મોરલ ઓફ ધી સ્ટોરી : ઘણી વાર આપણે જાણ્યે અજાણ્યે સાસુ-વહુ ના સંબંધ પર ઘણા જોક્સ પણ ફોરવર્ડ કરીએ છીએ, અથવા તો કટાક્ષ પણ કરીએ છીએ અને દુનિયા ના આ મોસ્ટ રીસ્પેકટેબલ સંબંધ ને નાજુક બનાવવા નું કારણ બનીએ છીએ...



"સમજદાર કો ઈશારા હી કાફી હે"

Gujarati Story by Nikunj Gupta : 111346811
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now