વાત ની વાતો...
પાંખ નથી તો પણ... વાત ઉડી છે...
પગ નથી તો પણ... વાત ચાલી છે...
સુવાસ નથી તો પણ.. વાત ફેલાય છે...
જતી નથી તો પણ... વાત આવી છે...
જોઈ નથી તો પણ... વાત મલી છે...
લીધી નથી તો પણ... વાત મૂકી છે...
દરવાજો નથી તોપણ... વાત બંધ છે...
બરફ નથી તો પણ.. વાત જામી છે...
છેડો નથી તો પણ... વાત પતી ગઈ છે...
નદી નથી તો પણ... વાત વહી ગઈ છે...
વાત એવી છે કે...😯
કેવી વાત છે આ.. 🤔
આટલી મોટી વાત...! 😲
આટલી અમથી વાત...! 🤐
તો એમ વાત છે... 😳
આ વાત નું ધ્યાન રાખજે...😴
આ વાત મગજ માં રાખજે... 😇
વાત થોડી ખાનગી છે... 😑
વાત જગજાહેર છે...🙄
અરે.. એની તો વાત જ જવા દો... 😣
જવાય છે.. થોડી વાત તો થવા દો... 🙂
વાતો ના વડા ના બનાવો... 😵
વાતો થી કાંઈ પેટ ના ભરાય... 😋
સીધી વાત કરો... 😐
ઉંધી વાત ના કરો... 🙃
વાત માં દમ છે હોં... 💪
વાત હજુ અધુરી છે... 😧
વાત અંહી પૂરી છે... 🤗
એક વાત કઉ...ગજબ વાત થઈ ગઈ...
વાત વાતમાં બઉ... લાંબી વાત થઈ ગઈ...