ઉના દલિત કાંડની આગ દેશભરમાં જે રીતે વિકરાળ સ્વરૂપ ધારણ હતી અને દેશના રાજકારણને હચમચાવી દીધું હતું તેવી જ ઘટના આજે ફરી સૌરાષ્ટ્રમાં બનાવા પામી છે
જીહાં સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા એવા રાજકોટ જીલ્લાનાં છેવાડાના ગામ એવા ઉપલેટામાં આજે પણ દલિત બાળકો સાથે રાખવામાં આવી રહ્યો છે ભેદભાવ,ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત રાજમોતી પ્રાથમિક શાળામાં દલીત બાળાઓ સામે શાળાના શિક્ષક જીજ્ઞેશ સોજીત્રા,લક્ષ્મી ટીચર અને રસીલા ટીચર કેવી ભાષા વાપરે છે તે વિડીયો થયો છે વાયરલ
માસૂમ બાળકો સારું શિક્ષણ મેળવાવા સ્કુલ તરફ દોટ મુકતા હોય છે ત્યારે આવા અમુક શિક્ષકોનાં કારણે બાળકો વચ્ચે રાખવામાં આવતા ભેદભાવના ઇકારને બાળકોની માનસિક સ્થિતિ બગડતી હોય છે સૌરાષ્ટ્રના રાજકોટ જીલ્લાનાં ઉપલેટામાં બનેલા આ બનાવથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે, જો આ સમગ્ર ઘટનાની વાત કરવા જઈએ તો આ સમગ્ર બાબતનો વિડીયો વાઈરલ થયો છે જે વિડીયો દલિત આગેવાન દ્વારા ઉતારવામાં આવ્યો છે
જોકે આ સમગ્ર બાબતે રાજમોતી સ્કુલના ટીચર જીજ્ઞેશ સર સાથે ટેલીફોનીક વાત કરવામાં આવી તો તેને આ સમગ્ર બાબતની તેને કોઈ જાણ નથી તેવુ કહી ફોન કાપી નાખ્યો હતો જોકે જીજ્ઞેશ સોજીત્રાને ફરી ફોન લગાડવામાં આવ્યો તો તેને ફોન કટ કરી નાખ્યો
એક તરફ ભાર વગરના ભણતરની વાત કરવામાં આવી રહી છે તો બીજી તરફ ભાર વગરનું ભણતર તો આપવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ માસુમ ભૂલકાઓ સાથે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે ત્યારે ક્યારે આવા શિક્ષકો સામે શિક્ષણ વિભાગ કડક કાર્યવાહી કરશે તે જોવું રહ્યું