અમાર ગામ માં એક ગાંડી સે ઈને કાલે કોકે મેળામાં ઢિંગલી આલી હશે કદાચ આજે સવારે માતા જેમ પોતાના નાળા બાળક ને ધાબળામાં વિંટી ને તેડી ને જતી હોય એવી રીતે એ ગાંડી ઢિંગલી ને ધાબળામાં વિટી ને ફરે છે અને ઘડી ઘડી ધાબળો સરખો કરે છે અને ઢિંગલી સામુ જોયા કરે છે
આ દ્રશ્ય ભાળી ઘડીક તો મને ફોટો પાડવાનું મન થૈઈ જયુ પણ પસી ફોટો ના પાડ્યો
આ દ્શ્ય ભાળ્યુ તાર નો એ જ વિચારુ સું કે માતૃત્વ એ સ્ત્રીતત્વ નો એક એવો અનન્ય ભાવ છે જે સમજણ અને ડાહ્યપણ નો મોહતાજ નથી .....