જો ઘરમાં હશે આ વાસ્તુદોષ, તો નહિં થાય ધનની વૃદ્ધિ
ઘણીવાર એવું મહેસૂસ કરવામાં આવે છે કે અતિશય મહેનત કરવા છતાં વ્યક્તિને લાભ નથી મળતો, કે પછી લાભ લાંબા સમય સુધી તેની પાસે ટકતો નથી. જે કારણે ઘરમાં હમેંશા દરિદ્રતા અને ગરીબી બની રહે છે. એવામાં આ મુશ્કેલીઓનું કારણ પૈકી એક ઘરનો વાસ્તુદોષ પણ હોઈ શકે. જેના નકારાત્મક પ્રભાવને કારણે આ બધું બનતું હોય છે. વાસ્તુ અનુસાર કેટલાંક દોષ એવા હોય છે જેના પ્રભાવથી વ્યક્તિ પૈસાની કમી અને અન્ય કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
જાણો આ દોષને કે જેને દૂર કરવાથી અનેક મુસીબતોથી બચી શકાય છે.
વાસ્તુ અનુસાર ઉત્તર પૂર્વ દિશા ધન આગમનની દિશા માનવામાં આવે છે. જે ઘરમાં આ દિશામાં ભારે સામાન કે ગંદકી હોય છે તે હમેંશા આર્થિક પરેશાની બની રહે છે. સાથે જ ધનનું આગમન ધીમી ગતિથી થાય છે.
ઉત્તર-પૂર્વની જેમ ઉત્તર-પશ્રિમ દિશા પણ ધન આગમન માટે મહત્વની માનવામાં આવે છે. જો આ દિશામાં દરેક સમયે અંધારું રહેતું હોય કે ગંદકી રહેતી હોય તો હમેંશા આર્થિક મુશ્કેલી બની રહે છે. સાથે જ ધનનું આગમન ધીમી ગતિએ હોય છે.
ઉત્તર-પૂર્વની જેમ ઉત્તર પશ્રિમ દિશામાં અંધારુ રહેવાથી પરિવારમાં આર્થિક મતભેદ વધે છે અને મોટે ભાગે ધનની હાનિ થતી રહે છે.
દક્ષિણ દિશાની તરફ દરવાજો કે તિજોરી ન હોવી જોઈએ. આ દિશામાં દરવાજો કે તિજોરી હોવાથી પણ ધન અને આયુષ્યની કમી થાય છે.
જે ઘરમાં ઉત્તર પૂર્વ દિશામાં રસોડું હોય છે તે ઘરનું બજેટ હમેંશા બગડે છે. પશ્રિમ કે દક્ષિણ પૂર્વમાં રસોડું હોય તો ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે.
ઘરમાં જે રૂમમાં પરિવારના મુખ્ય સુતા હોય તે રૂમ જો દક્ષિણ પૂર્વ દિશામાં હોય તો ઘરમાં અનાવશ્યક પરેશાનીઓ આવે છે. સાથે જ ઘરમાં આર્થિક પરેશાનીઓ પણ વધે છે અને પારિવારિક સુખમાં કમી આવે છે.