રામ તો રમેં રે મારો રામૈયો રમે
✍🏻 પીતાંબર
🌸🌸🌸🌸🌸🌸🌸
રામ તો રમે રે મારો રામૈયો રમે
નિત્ય નિરખો નેણુંમાં મારો રામ તો રમે
નિત્ય...
મીઠા મેરામણનો મરમ ન જાણ્યો મુરખે
ભવ રે સાગરમાં તું તો ભુલ્યો રે ભમે
નિત્ય...
દાસપણા ની જેને દલપત ના'વી રે
ખોટા ચલણમાં મુરખો ખૂંદણા ખમે
નિત્ય...
કુડ કપટની જેણે કિરીયાઓ સાધી રે
દુગધા ના માર્યા એ તો દેહને દમે
નિત્ય...
વિવિધ પેરે તમે જુઓને વિચારી રે
સાહેબમાં શમે રે તેને ભૂપતો નમે
નિત્ય...
દાસ પીતાંમ્બર સદગુરુજીને વચને રે
ખબરુ લેજો રે વાલા સમેં રે સમે
નિત્ય...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻