ગંગાસતી ની વાણી...૪૯
🌱🌱🌱🌱🌱🌱🌱
સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું રે,એ ચારે વાણી થકી પાર રે
સ્વપ્નમાં પણ જે ચળે નહિ રે,એ તો નિર્ભય નર ને નાર રે
સત્ય...
ભાઈ રે !
ભેદવાદીપણાંનો સંશય ટળી ગયો રે,મટી ગયો વર્ણનો વિકાર રે
તનમનધન પોતાનું નથી માન્યું ને,સતગુરુ સાથે એકતાર રે
સત્ય...
ભાઈ રે !
એવાને ઉપદેશ તરત લાગે રે,જેણે પાળ્યો સાંગોપાંગ અધિકાર રે
આ અલૌકિક વસ્તુ એવાને કહેજો ને,નહિ તો સમજીને રહેજો સમાઈ રે
સત્ય...
ભાઈ રે !
હરિગુરુ સંતને એકરૂપ જાણજો ને,રહેજો સ્વરૂપમાં લિન રે
ગંગાસતી એમ બોલિયાં રે,તમે સમજુ છો મહાપ્રવીણ રે
સત્ય...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻