Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમે ભજન સવાયા કરજો
✍🏻 ભવાનીદાસ
🌿🌿🌿🌿🌿🌿🌿

વારે વારે અવસર નહિ આવે
તમે ભજન સવાયા કરજો
આવો રૂડો અવસર નહિ આવે
રે તમે ભજન સવાયા કરજો

સંસારસાગર મહાજળ ભરીયો
તરી શકો તો કોઈ તરજો રે
હરીનાનામનુ જહાજ લઈને
ઓલે તે પાર ઉતરજો

દોનું દિવા તારી આગળ ઝળકે
તે નાભિ કમળ બીચ ધરજો રે
હૃદય કમળમાં હેત કરી ને
અમર વરને વરજો

માણેકચોક માં ભરણું ભરે
તો સમજી વિચારી ને ભરજો
હીરા માણેક નીલમ મોતી ઘણા
પારખ થઈ ને પરખજો

સદગુરુ મળે ને સંશય ટળે
એવા સંત ચરણે શીશ ધરજો રે
જોધા પરતાપે ભણે ભવાનીદાસ
અમરાપુર માં ભળજો

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Gujarati Religious by બાબા સત્સંગી : 111344051
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now