Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગંગાસતી ની વાણી...૪૮
🍀🍀🍀🍀🍀🍀🍀

દળીદળી ને ઢાંકણી માં ઉધરાવવું રે,એવું કરવું નહીં કામ રે
આપણી વસ્તુ જાય અવરથા રે,એવાનું લેવું નહિ નામ રે
દળી દળી....

ભાઈ રે !
સેવા કરવી તો છેલ્લા જન્મવાળાની ને,ભજનમાં જોવા સંસ્કાર રે
જો પુરવનો પુરુષાર્થ હોય એહનો રે,તો મેળવવો વાતનો એકતાર રે
દળી દળી...

ભાઈ રે !
વિષયવાળા ને વાત નવ કહેવી ને,એથી રાખવું અલોપ રે
દેખાદેખીએ મરને કંઠી બંધાવે રે,શુદ્ધ રંગનો ચડે ન ઓપ રે
દળી દળી...

ભાઈ રે !
ઉત્તમ કર્મ જો કરે ફળની આશાએ રે,એવાને ન લાગે હરીનો લેશ રે
ગંગાસતી એમ બોલિયાં રે,તેઓ ક્યાંથી ભાળે અખંડ દેશ રે
દળી દળી...

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Gujarati Religious by બાબા સત્સંગી : 111344049
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now