હવે કાંઈ નથી કહેવા બાકી રહ્યું કાંઈ , સમય તું અવનવા ખેલ રચી, માનવ ને નચાવે છે, સંબંધો ઉપર પણ તું ઉધાડી લુંટ ચલાવે છે, પામળા બની આ માનવીઓ કટ પૂતળી જેમ નાચે છે,
કોઈ સ્વાર્થ માં અંધ બની, કોઈ ક્રોધ માં લાલ થઈ, કોઈ ભયથી થર થર ધુજી, તો કોઈ આશ્ચર્ય ચકીત બની, કેવા કેવા રંગે રંગાડે છે, છે સમય તારી આ માયા જાળ તું માનવ પર કરતબ અપનાવે છે.
જીવવા કે મારવા એ તો તું જાણે, પણ કોઈ પ્રવાહમાં તો તું બધાને રાખે છે,