Gujarati Quote in Blog by Àtul Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*આપણો સાચો વેલેન્ટાઈન કોણ*?✏

ચહેરા પર કરડાકી લાવી
ખર્ચા ઓછા કર તારાં બાપને પૈસા ઝાડ પર નથી ઊગતા... એમ કહી
પ્રેમ થી જાણબહાર પાંચસોની નોટ તમારા પર્સ માં સરકાવે એ બાપ છે વેલેન્ટાઈન...

બહારગામ નોકરી કરતો દિકરો રજા પર આવે
ત્યારે અરેરે...કેટલો સુકાઈ ગયો છે એમ વિચારી
રોજ નિતનવા ભાવતાં ભોજન બનાવે અને જતી વખતે અઢળક નાસ્તા ના ડબ્બા ભરી દે તો એ માં છે વેલેન્ટાઈન...

ઢળતી ઉંમરે પપ્પા રીટાયર થાય...અને તેમના ખભા પર મિત્ર ની જેમ હાથ મુકી દિકરો કહે શું કામ ટેન્શન કરો છો યાર? હું બેઠો છું ને હવે, અને એ શબ્દોને ખરાં અર્થમાં નિભાવી જાણે તો એ દિકરો છે વેલેન્ટાઈન...

ભાઈ થી કોઈ ભુલ થાય અને પપ્પા મારવા લે
ત્યારે ઢાલ બની ઊભી રહે
કે , કોઈ વખત ચાલતાં ઠેસ વાગે અને હાથ પકડી ને પુછે - વાગ્યું'તો નથીને?
તો એ બેન છેવેલેન્ટાઈન...

પરીક્ષાનું નબળું રીઝલ્ટ આવે અને ત્યારે ધમકાવે
કદાચ એક હળવી ટપલી પણ મારે પણ ત્યારબાદ તરત નવરાત્રિ આવતાં
ભાભીને પૈસા આપી કહે..
આને બે ત્રણ નવી ચણિયાચોળી લઈ આપ...તો એ ભાઈ છે વેલેન્ટાઈન...

ગંભીર બિમારીમાં એમ્બ્યુલન્સ પહેલાં
હોસ્પિટલ પહોંચે અને માથે હાથ ફેરવી કહે
તું કોઈ જાતની ચિંતા ના કરતો, અમે છીએ ને...
એમ કહીં રાત રાત ભર જાગી ઉજાગરા કરે
તો એ વાહ્લાંઓ છે વેલેન્ટાઈન...

પરણવાની ઊંમર થતાં...
છોકરી જોવા નું ચાલું થાય ત્યારે એય હિરો...! તને કોઈ બીજી ગમતી હોય તો કહેજે, ઘરમાં અને પપ્પા મમ્મી પાસે આપણું ખુબ ચાલે છે
સેટીંગ કરાવી આપીશ
તો એ ભાભી છે વેલેન્ટાઈન...

પોતે અને ભાઈ બંને થાકી ને ઘરે આવે છે, પણ તેમ છતાંયે મોટા ભાઈ વધારે થાકી ગયા હશે એમ વિચારી પોતાના શયનખંડ માં જતાંપહેલાં ભાઈના પગ દબાવી સુવે તો એ નાનો ભાઈ છે વેલેન્ટાઈન...

સાસુ સસરાં આ ઉંમરે પણ ખાવાના શૌકીન છે
વળી પપ્પા ને ડાયાબીટીસ પણ છે...તેમ વિચારી
સુગફ્રીની મિઠાઇ બનાવે કે વળી આઇસ્ક્રીમ લઈ આવે ને સાસુ માટે ભાત-ભાતના નાસ્તા બનાવી આપે તો તે વહુ છે વેલેન્ટાઈન...

પપ્પા થાકી ને ઘરે આવે અને પાણી નો ગ્લાસ ધરે,
અને કોઈ વાર તેલ માલીશ કે ચંપી કરી દે અથવા તો સાસરે જતાં અને ધ્રુસકે ધ્રુસકે રડતાં
પપ્પા ને કહે તમે તમારી તબિયત નું ધ્યાન રાખજો
દવા ટાઈમસર લેજો અને ફાકી બંધ કરો ને પીવાનું હવે ઓછું કરો, એમ કહે તો એ દિકરી છે વેલેન્ટાઈન...

તારાં એ બધા મારા જ છે ને...એમ કહી, સાસુ સસરા ને અને સાળા સાળી ને પોતાના ઘરનાં જેટલું જ માન આપે,
અને સારા નરસા પ્રસંગે દિકરાની જેમ ખભ્ભો ધરીને ઊભો રહે તો એ જમાઈ છે વેલેન્ટાઈન...

મિત્ર ના હસતા ચહેરા ની પાછળ, કંઈક ગમગીની છવાયેલી છે એ પારખી ને...ચાલ દોસ્ત...! કટીંગ ચા પીવરાવને, અને એ કટીંગ ચા ના બદલામાં
તમારાં મન પરના હજાર મણ બોજાને રૂ જેવો હળવો બનાવી દેતોં એ મિત્ર છે વેલેન્ટાઈન...

શારીરિક, માનસિક અને આથિૅક વિપદા પડે
ત્યારે તમે શું કામ ચિંતા કરો છો? હું છું ને સાથે...
એમ કહી, તમારી ભીંસ માં ભાગીદાર બને તો એ પત્ની છે વેલેન્ટાઈન...

અને આખરે

દેશ અને મા ભોમની રક્ષા કાજે... "સર્વિસ બિફોર સેલ્ફ" ની ભાવના ને
ખરાં અર્થમાં સાર્થક કરતાં,
દુશ્મનો અને આતંકવાદી ની ગોળીથી શહિદી વ્હોરી લેતાં એ આપણાં ફૌજીભાઈઓછે વેલેન્ટાઈન...
🙏🏻

Gujarati Blog by Àtul Patel : 111342562
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now