આજે 14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન ડે ક્યાંક પ્રેમનો સ્વીકાર થશે તો ક્યાંક અસ્વીકાર પરંતુ હકીકતમાં પ્રેમ એટલે શું એ જ કોઈને ખબર હોતી નથી આપણે માત્ર કોઈકના શારીરિક આકર્ષણ ને પ્રેમ માની લઈએ છીએ સાહિત્યની ભાષામાં કહીએ તો પ્રેમ એટલે એકબીજાની સાથે ઘરડા થવાનું દ્વિપક્ષીય વચન આજના પ્રેમની વાત કરીએ તો I love you કહો ત્યાં સુધી વાંધો નથી પરંતુ જ્યારે do you love me? પૂછવા નો વારો આવે ત્યારે સમસ્યાની શરૂઆત થાય આજ નો યુવાવર્ગ પ્રેમરૂપી ખ્યાલને જ પ્રેમ કરે છે ખ્યાલ બદલાય એટલે પ્રેમ બદલાય પ્રેમમાં પવિત્રતા મિત્રતા અને સમર્પણ હોવું જોઈએ મારા એક વિદ્યાર્થીએ મને કહ્યું કે સાહેબ મારે આજે છોકરી જોવા જવાનું છે એટલે મેં સહજતાથી એટલું જ કહ્યું બેટા છોકરીને ક્યારેય જોવા ના જવાય એને જાણવા જવાય ટૂંકમાં તમે જેને પ્રેમ કરો છો ને એને જોશો નહીં એને જાણો વેલેન્ટાઈન ડે એટલે આજે કોઈને પ્રપોઝ કરી દીધું કે ગુલાબ આપી દીધો એટલે પ્રેમ થઈ ગયો એ જ આપણી મોટી ભૂલ છે જ્યારે વ્યક્તિને ખબર જ ના પડે અને બંને વચ્ચે લાગણી ના સંબંધ બંધાઈ જાય એકબીજાનો ઇન્તજાર થાય માત્ર એક બીજાના વિચારો આવે એટલે સમજવું કે પ્રેમ થયો બાકી રસ્તા ઉપર લારીમાં વેચાતા દિલથી પ્રેમ નથી થતો વહેમ થાય છે આપણે એવું માની લઈએ છે કે પ્રેમનું છેલ્લુ સ્ટોપેજ એટલે લગ્ન જે આપણી સૌથી મોટી ગેરસમજ છે મને આજના વેલેન્ટાઈન ડે પર એક નાનકડી પ્રેમ કહાની યાદ આવે એક છોકરો એક છોકરીને ખૂબ જ પ્રેમ કરતો હતો એકબીજા વગર રહી ના શકે બન્યું એવું કે છોકરાનું મૃત્યુ થઈ ગયું અને તેના જનાજાને દફનાવવા માટે લઈ જવામાં આવ્યો રસ્તામાં એક ખૂણામાં એક છોકરી ઉભી ઉભી હસતી હતી એટલે જનાજા માંથી એક વ્યક્તિએ પૂછ્યું અરે છોકરી તો કોઈકના જનાજાને જોઇને હસે છે ત્યારે છોકરી એ જવાબ આપ્યો સાહેબ હૃદય સ્પર્શી ગયું છોકરીએ કહ્યું અમે નક્કી કર્યું હતું કે જ્યારે પણ મળીશું ત્યારે એકબીજાની સામે જોઈ ને હસી શું માટે આને જોઈને આજે હું હસું છું આ છે સાચો પ્રેમ કોઈકને હાંસલ કરી લેવું એ પ્રેમ નથી પ્રેમમાં ક્યારેય પણ અપેક્ષા ના હોવી જોઈએ ટૂંકમાં પ્રેમ એટલે જે જેવા છે તેવી જ પરિસ્થિતિ માં સ્વીકારવા તે જ સાચો પ્રેમ ટૂંકમાં સાગર પૂછે રેતી ને હું તને ભીંજવું કે નહિ અને રેતી કહે આમ તો કાંઈ પૂછી પૂછીને થોડો થાય પ્રેમ? મન મંચ ના મંચ ઉપર નો મારો વિચાર..... શૈલેષ જાની ઉર્ફે" પ્રભુ" અમદાવાદ