VAASLI VAGAAD
o વહાલા મારા, વાંસળી તારી વગાડ, છેડ પ્રેમભરી ધૂન.
પ્રીતની મૂલ્યવાન પળો મારી, આમ ના બગાડ, છેડ પ્રેમભરી ધૂન.
ઓ પ્રીતમ પ્યારા, સુર તારા, છેડે રાગ રાગિની મારા દીલમાં;
એ ક્યારે બુઝાવે આગ તો ક્યારે લગાડે આગ મારા દીલમાં
આં તે કેવી ધૂન, અને કેવા સુર છે, ઓ પ્રીતમ પ્યારા;
કરે એ દિલ મારું બેચેન અને બેતાબ, ઓ પ્રીતમ પ્યારા
તું સુર ન જાણે ક્યાં છેડે, થાય હલચલ દૂર દૂર, આં દિલમાં
રાગ અધૂરો ક્યારે કરીશ પૂરો, આશ જગાડે છે શાં કાજ આં દિલમાં
જો જગાડી છે આશ, તો આવજે મારી પાસ, આપજે વિશ્વાસ
આમ અધૂરો સુર છેડી, તોડતો નહિ મારો આં વિશ્વાસ.
Armin Dutia Motashaw