Gujarati Quote in Story by Parmar Mayur

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચુંબન

સંધ્યા ટાણે બગીચામાં એક ખૂણામાં એક કપલ ગુફ્તગુ કરી રહ્યું હતું,

પુરુષ મિત્ર કહી રહ્યો હતો કે તું તૈયાર રહેજે આપણે ભાગીને જ લગ્ન કરવા પડશે માટે આજે રાત્રે તું તારો બધો જ સામાન તેમજ હા થોડા પૈસા નું સેટિંગ તો કરી જ લાવજે,, ઓકે તો હું જાઉં છું, તેમ કહી અંતે ગાલે એક ચુંબન આપી તે ચાલતો થયો , હા એ ચુંબન માં સ્નેહ નો અભાવ અને લાલચ નો પ્રભાવ વધુ જોવા મળતો હતો, અંતે તે કહેતો પણ ગયો કે પૈસાનું ખાસ ભૂલી ના જતી!!

તે દિગ્મૂઢ સ્થિતિમાં આવી ગઈ હતી તે ઘરે ગઇ, ઘરમાં પ્રવેશતા જ પથારીમાં પડેલા તેના પપ્પા બોલ્યા બેટા કેમ આજે ખુબ મોડું થયું? સારું રહેવા દે જા,, તારી મમ્મી તારી રાહ જોઈ રહી છે,બેટા જલ્દી ખાઈ લેજે,

પિતાનો આ એકતરફી વાર્તાલાપ સાંભળીને તે ઝડપથી ઘરમાં ગઈ,
મમ્મી એ ખાવાનું કહ્યું પણ તેને મને ભૂખ નથી તેમ કહી ના પાડી દીધું, સુવા માટે તેની રૂમમાં ચાલી ગઈ તેને ભાગવા માટે ની બધી જ તૈયારી કરી લીધી, ઉંઘ આવતી ના હતી તો પણ ઊંઘવાનું નાટક કરતી પથારી પર પડી હતી,

થોડા સમય બાદ તેના માં-બાપ તેની રૂમમાં એક સાથે દાખલ થઇ તેના શરીર પર ચાદર ઓઢાડી ને તેના કપાળ ઉપર એક ચુંબન કરતાં તેના પિતાએ પત્નીને કહ્યું કે આપણા ઘડપણ નો આ એક માત્ર સહારો આજે ખાધાં વિના કેમ સૂઈ ગયો હશે?તે ચિંતા માં હતી તો મને પણ હવે ચિંતા થાય છે,

આજ સમયે "અર્ધ બંધ" આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી,
તે ઉભી થઇ ને પોતાના પિતાને વળગી રડવા લાગી પિતાએ ગભરાઈ ને પુછ્યું કે શું થયું બેટા? ત્યારે તેને રડતાં રડતાં એટલું જ કહ્યું કે પિતાજી તમે જરા પણ ચિંતા ના કરશો "નિસ્વાર્થ ભાવે કરેલ મસ્તક પર નું ચુંબન સ્વાર્થ સાથે કરેલ ગાલો ના ચુંબન આગળ જીતી ગયું"...

Gujarati Story by Parmar Mayur : 111341453
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now