સમય તો બધા પર છે
કોણ કહે છે એ બોલી નથી શકતી?
સવાર થી સાંજ કામના બોજ હેઠળ દબાયેલ છે
કોણ કહે છે એ બોલી નથી શકતી?
સમય પર કામ ન થાય તો આળસું,બેજવાબદાર,ભૂલકડના મેણા
કોણ કહે છે એ બોલી નથી શકતી?
ઊંચા અવાજે વાત કરે તો વરનો અવાજ દબાવતીના સૂર સંભળાય
કોણ કહે છે એ બોલી નથી શકતી?
છોડ આ સમાજની જપમાળા ઊઠી જા,ઓ અબળા નારી તું સબળ બન
કોણ કહે છે તું બોલી નથી શકતી. (pleas comment and share or like)