Gujarati Quote in Thought by ધબકાર...

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે MB માં બહુ સમય પછી એક પોસ્ટ જોવા મળી જેમાં એક છોકરીને છોકરો ૬ મહિનાથી હેરાન કરતો હતો. આમ તો આવું ઘણીવાર વધુ, ઓછા પ્રમાણમાં બનતું હોંય છે પણ ક્યારેક આ સમસ્યા હદ પાર કરી નાખે છે.

એટલે મને પોતાને એવું લાગે છે કે...

1) દરેક વ્યક્તિએ પોતે મજબૂત બની પોતાના માટે લડવું જોઈએ અને સાચા માં સાથ મળશેજ એટલે એની ચિંતા સમય ઉપર છોડવી જોઈએ.

2)અહીં આ પ્લેટફોર્મ એવું છે ત્યાં બહુ બધાં અલગ, ઉત્તમ વિચારો વાળા અને સારા - નરસા લોકો પણ છે. એ કોઈપણ સમાજમાં હોંય એમાં કોઈ નવાઈ નથી. જેમ આપણે આપણને ના ગમતા વ્યક્તિઓનો છેડો ફાડી નાખીએ છીએ એમ અહીં પણ જે તે વ્યક્તિને ખુલ્લો પાડી, બ્લોક કરી છેડો ફાડી નાખવો જોઈએ એમાં કાંઈજ ખોટું નથી.

3) છતાં પણ જો એ વ્યક્તિ ના માનતો હોય તો સાઇબર ક્રાઇમ તો છે જ ત્યાં ફરિયાદ થઈ શકે છે. જ્યાં એ લોકો આખી હિસ્ટ્રી કઢાવી જે તે ગુનેગાર ને એનો રસ્તો બતાવવા શક્ષમ છે.

4) કોઈપણ આખરી નિર્ણય કોઈપણ દબાણ વગર જાતે લેવા જોઈએ કારણ કે આખરે તો એનાથી થતી સારી કે ખરાબ અસર આપણે જ ભોગવવાની હોય છે એટલે એવું માની શકાય કે આપણાથી સારુ આપણું કોઈજ વિચારી ના શકે.

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Thought by ધબકાર... : 111340992
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now