Gujarati Quote in Good Night by Harshad Patel Pij

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચીનથી આવેલો કોરોના વાઇરસ આમ જોવા જઈએ તો ચીને પોતાના પગ ઉપર કુહાડી મારીને પોતાનો ઘા ઉભો કર્યો છે!
કુદરતે મનુષ્યો માટે પ્રાણીઓ માટે કે પક્ષીઓ માટે દરેકનો અનુકુળતા પ્રમાણે ખોરાક બનાવ્યો છે તેમજ આપ્યો પણ છે પણ આપણી મનુષ્ય જાત પોતાની જીભ માટે જાતજાતના ને ભાતભાતના ટેસ્ટ માટે અબળા મુંગા પ્રાણીઓને મારીને પોતાના ખોરાક માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે! આતો કુદરતની ઘણી હદ વટાવી કહેવાય!
કુદરત કયારેય તેનો પરચો તરત બતાવતી નથી પણ તેના નકકી કરેલ સમયે તે જરુર પોતાની શક્તિનો ઉપયોગ કરેછે.
મનુષ્ય પણ તેની તેની છેલ્લી હદ સુધી જતો હોયછે તે કયારેય વિચારતો નથી કે પાછળથી મારુ શુ થશે! બસ તેને જે વિચાર્યું હોય છે તે સમયે થવું જ જોઈએ તે સિદ્ધાન્ત ઉપર ચાલી રહ્યો છે.
કહેવાનો મતલબ, આજે દુનિયાના ઘણા બધા દેશો એવા છે કે શાકાહારી ઓછા ને માંસાહારી વધુ છે. જેમકે ચીન, જાપાન, કોરીયા, વિયેટનામ, થાઇલેન્ડ, તેમજ આફ્રિકાના દરેક દેશ આજે માંસાહારી ખોરાક ખાવા ટેવાયેલા છે તેમાં દરેક પ્રાણીઓ વધ પણ આવી જાય ને સાથે સાથે નાના જીવજંતુઓનો પણ વધ આવી જાય.
તમે ચોમાસામાં તમારા ઘરની બહાર લાઇટો ઉપર ઉડતા નાના જીવડા જોયા હશે તે જીવડા આખી રાત સવાર સુધી ઉડયા કરેછે ને પછી તેની પાંખો રાત્રે ઉડી ઉડીને નીચે જમીન ઉપર પડીને વિખરાઈ જાયછે ને સાથે તે જીવડાં પણ નીચે પડી જાયછે ત્યાર બાદ પછી તે ઉડવા માટે તરફળીયા મારતા હોયછે પણ તેઓ ફરી કયારેય ઉડી શકતા નથી બસ પછી આ જીવડાં સવારે મનુષ્યનો ખોરાક બની જાયછે આ જીવડાઓને વીણી વીણીને એક નાના વાસણમાં ભરીને પછી તેનો ચેવડો બનાવવામાં આવે છે જેમ આપણે ઘરે ઉકળતા તેલમાં પૈઆ તળીએ છીએ તેમ આ જીવોને પણ જીવતા તેલમાં નાખી તળી લેવામાં આવેછે ત્યાર બાદ તેની ઉપર મરચુ મીઠુ હળદર નાખીને ટેસ્ટફુલ ખાવાની એક વાનગી બનાવવામાં આવેછે. પછી લોકો ત્યાના રસ્તાઓ ઉપર બેસી એક નાનો ડબ્બો ભરીને કોઇ કિંમત નકકી કરીને તેનુ વેચાણ થાયછે.
આ એક નજરે જોયેલો કિસ્સો છે.
હા આપણે વાત કરી રહયા હતા કોરોના વાઇરસની...તો આ વાઇરસ ચામાચીડીયા ખાવાથી થતો નથી પણ જંગલોમાં નીચે નમીને ચાલતું એક પ્રાણી નામે પેંગોલીનથી થાયછે તે હવે ચીનાઓએ સાબીત પણ કરી દીધું જ છે આ પ્રાણી દેખાવે એક ઉંદર જેવુ હોયછે પણ સાઇઝમાં ઘણુ મોટુ ને ઉંચુ દેખાયછે સાથે તેને એક લાંબી ચાંચ પણ હોયછે જે આ મારીને ખોરાકમાં ઉપયોગ લેવાથી આ કોરોના વાયરસ થાયછે તેવી હવે ચીનથી ખબર આવી રહીછે.
સાચુ ખોટુ પછી ગમે તે હોય પણ તે ચીનાઓએ જ આ સાબીત કરી બતાવ્યુછે.
અત્યાર સુધી ચીનમાં આ વાઇરસ થવાથી આશરે એક હજારથી વધારે માણસોના મરણ થઈ ચુક્યા છે ને આ આંકડો સતત વધી રહ્યો છે તેમજ સાથે સાથે હજારોની સંખ્યામાં લોકોમાં આ વાઇરસનો ભોગ પણ બની રહ્યા છે બસ ભગવાનને આપણે હવે પ્રાથના કરીએ કે સૈને જલદી સાજા કરે ને સૈને આ જીવલેણ રોગથી બચાવે.
તેથી જ સારુ જમો, ચોખ્ખુ જમો, ને નિરોગી રહો...જય ભારત સાથે પ્રણામ.

Gujarati Good Night by Harshad Patel Pij : 111340980
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now