નિર્જીવ છે તોય સજીવ છે, મારા માટે.
વાચા નથી એને પણ સાંભળે બધું છે,
મારા માટે.
લાગણી નથી એની અંદર પણ લાગણી બરાબર સમજે છે,
મારા માટે.
કહેવા માટે તો એક "ટેડી બિયર" છે,
પણ "બેસ્ટ ફ્રેન્ડ" ડિયર છે,
મારા માટે.
મારા હરેક હસી ખુશીની પળની સાક્ષી છે,
મારા સાથે.