જે દિવસથી એ પ્રણયના પંથ ગોઝારા થઇ ગયા,
એ દિવસથી જળ વિનાના તટ નોંધારા થઇ ગયા.
એક મેકની આંખોમાં આંખ પરોવી બેહતા'તા,
એ ગયા પછી નયનના તેજ ઓશ્યાળા થઇ ગયા.
જવું જ હતું આ દેહ ત્યાગી પ્રાણ નહોતા પુરવાના,
પ્રાણ પખેરું ઉડતા વેત શ્વાસ નોંધારા થઇ ગયા.
બોલી ગયા એ વચન પાળીશું બોલે વેણ ફરે નહીં,
પાડ્યું તોય વચન ફેરના મૌન હોબાળા થઇ ગયા.
એની આંખે પડેલા પાપણ ઘુંઘટનો મેં મલાજો રાખ્યો,
તેમ છતાંયે નજર મળી ભીંતે અંગારા થઇ ગયા.
આમ જુવોતો બેઉ અજાણ્યા આમ જુવોતો અંગત,
મળતા છૂટતા,છૂટતા મળતા બેય નોંધારા થઇ ગયા.
,"અતુલ"