Gujarati Quote in Blog by Nirav Patel SHYAM

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઈચ્છા થઇ વાત દિલની કહેવાની, હૈયાને પાછું વાળી લીધું,
કઈ નહિ બસ અમસ્તા જ બોલ્યો, બહાનું અનોખું કાઢી લીધું.

છેતરી લીધી આજે જાત મારી, મેં પણ કોઈ કારણ વગર,
સલામત રાખી ને હાસ્ય તારું, મારા હૃદિયાને બાળી દીધું.

ડુબાળવા ગળાડૂબ પ્રેમે તને, આજે હૈયું મારુ છલકાયું હતું
આવી કિનારે દિલના તારા, વહાણ લાગણીનું ખાળી દીધું.

તું પણ સાવ નિર્દોષ ભાવે, સામે મારી ! ટગર ટગર તાકી રહી,
મેં પણ નયન તારા નીરખી, મુજ હૈયાને તુજ માં ઢાળી દીધું

શબ્દો તો અમસ્તા જ આવી જતા હતા "શ્યામ" અધરે તારા
દસ્તુર હતો આજ દિલ ખોલી બોલવાનો, તે મૌન પાળી દીધું.

#કેપ્ટન @નીરવ_પટેલ " શ્યામ"

Gujarati Blog by Nirav Patel SHYAM : 111338427
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now