Gujarati Quote in Motivational by Damyanti Ashani

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રસ્તાવ...#Propose_Day

આંખોમાં જોઈને આંખોમાં ડૂબતો હસતો હસતો પ્રસ્તાવ...
તો ક્યાંક આંખો ઝૂકાવીને પ્રસ્તાવિત થતો મૂક પ્રસ્તાવ...
એ મૂક પ્રસ્તાવમાં મૌન સ્વીકૃતિ ભળે ને નજરુંની વાતું થતી હોય ખામોશ!!

ખાસ તો આ જમાનામાં મેદાન મારે છે એવો બોલકો પ્રસ્તાવ...
એ બોલકા પ્રસ્તાવમાં વળી એકેએક અક્ષરને મઠારી મઠારીને અક્ષરશઃ શાબ્દિક વાતોડિયો ઘાટ ઘડાય!
એમાંય જો ઉતાવળે ઘાટઘૂટ વગરનો અધૂરો ઘડેલો અક્ષર જીભે ગોઠવાઈ જાય! તો દરખાસ્ત નામંજૂર થવાની શક્યતા ય વધી જાય.

બીજું તો ઠીક, પણ નામંજૂર થયેલ દરખાસ્તને પોતાનાં મન પર જો હાવી થવા દીધી તો પોતાની જિંદગી નો ઘાટ બગડે તો બગડે સાથે ઘડામણે ય માથે પડે!

દરખાસ્ત છે ભૈ! આપણું ધાર્યું થાય પણ ને ન પણ થાય.
જો ધાર્યું થાય તો હૈયાંમાં હેતથી હરખાઈ લેવાનું અને જો ધાર્યું ન થાય તો સમય બળવાન છે, એવું મનોમન બોલતાં બોલતાં દેખ્યું-અણદેખ્યું કરીને નવી વૈચારિક કેડી કંડારતાં કંડારતાં આગળ વધી જવું.

સાચું Propose તો પોતાની જાત સાથે જ કરાય.ધાર્યું પરિણામ આવે કે ન આવે,પણ આત્મવિશ્વાસ જરૂર વધે.એ વધતો આત્મવિશ્વાસ જ દ્રઢપણે વિશ્વાસુ દિશા નિર્દેશ કરતો હોય, એવો અનુભવ ડગલેને પગલે થતો હોય છે.
~Damyanti Ashani

Gujarati Motivational by Damyanti Ashani : 111338353
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now