ક્યારેક એમ થાય કે પ્રેમ નો કોઈ દિવસ ના હોય. ગુલાબ આપવા કઈ રોઝ ડે ની રાહ ન જોવાય.પણ ક્યારેક એમ થાય કે આ બધા દિવસો ઉજવવામાં ખોટું પણ શું છે! કોઈ કેશે કે આ બધું વિદેશી સંસ્કૃતિ નું અનુકરણ છે. પણ આપણે ત્યાં ને એમને ત્યાં માં ફરક એટલો જ કે આપણે લાગણીઓ ધરાવીએ પણ બતાવીએ નહિ. એ લોકો આવા તહેવાર ઉજવી લાગણીઓ બતાવે. આપણે એમ વિચારીએ કે એક ફૂલ આપીએ તો જ પ્રેમ જળવાય! પણ ક્યારેક એક ફૂલ આપી ને તો જુઓ. 🥰
#expresslove