નજરથી દિલપર વાર તો કરી જુઓ,
લૂંટાવી દઈશ બધું પ્યાર તો કરી જુઓ.
રાહના મિલનની પણ મજા કેવી હોય,
એકાંતમાં કોક દી ઇંતજાર તો કરી જુઓ.
પ્રેમ અને જંગમાં છે બધું કુરબાન,
નજરોના તીર આરપાર તો કરી જુઓ.
જિંદગીનો રાહ લાગે છે એકલો આજ,
સફરમાં કોક દી હમસફર તો કરી જુઓ.
પ્રેમને દબાવવાની કોશિષ ન કરો,
ગળે મળી પ્રેમને હદપાર તો કરી જુઓ.
પાનખરમાં માણવી હોય મોજ વસંતની તો,
*"કપિલ"* ને કોક દી દિલદાર તો કરી જુઓ.