શબ્દ ની ચાલ ને, સંતાકૂકડી રમીએ,
ભાવ અભાવ, અભિવ્યક્તિ રમીએ
ખોવાઈ જાય અસ્તિત્વ આપ જ્યાં,
અનંત આનંદ , અનુભૂતિ માં રમીએ,
હુંફાળા હૈયામાં વહ્યા કરે લાગણીઓ,
ભાવસભર મૈત્રીપૂર્ણ કરૂણા માં રમીએ,
નમે તે સૌને ગમે, દેહ અધ્યાસ છોડીને,
શરણાગતિ સ્વીકારી, નમ્રતામાં રમીએ;
આનંદ જીવન છે બેફિકર હસીખુશી માં,
ચિત્ત ને ચૈતન્ય સ્વરૂપ , બનાવીને રમીએ;