*એક શિયાળુ હાસ્ય ગઝલ*
(હઝલ)
સતત શાક રીંગણનું ખાવું પડે છે !
શિયાળા મુજબ ગોઠવાવું પડે છે !
કઢી,દાળ,સબ્જી,ઉકાળો અને ચા,
બધે ગીત આદુનું ગાવું પડે છે.
રજાઈ કે બ્લેન્કેટ ત્યાગીને દરરોજ !
મહાવીર કે બુધ્ધ થાવું પડે છે !
બહાદૂર થઈને જઈ બાથરુમમાં !
બધા નોંધ લે એમ ન્હાવું પડે છે !
શરમમાં જો સ્વેટર ને ટોપી ન પ્હેરો,
કદી પાળિયો થઈ પુજાવું પડે છે !