ભાવમાં ડૂબતી , મારી કસ્તિ બતાવજો,
સ્નેહ સરવાણી ફૂટે. , મસ્તી બતાવજો;
હું જ ક્યાં છે ,હેત હોય શરણાગતિ નું,
પ્રેમ સ્વરૂપમાં જોડાતી ભક્તિ બતાવજો;
નફરતની દિવાલો ધસી પડે, પડણ ખોલી,
અહંકારના પડદા ફાડતી કુસ્તી બતાવજો;
મારા તારા ની માયાજાળ ગૂંથી છે ગજબ,
આપણું વસુધૈવ કુટુંબની ,હસ્તિ બતાવજો;
મળશે આનંદ મુખ મલાકાવો નિ: સ્વાર્થમાં,
મનોલય કરતા મનની જરા યુક્તિ બતાવજો;