કાંટા કે ઝખમો ની, ફિકર કરી છે.
દિલથી દુઆ,મરહમી અમે કરી છે;
અંદાજ છે , ફકીરી માં સદા રહીને,
જુલ્મો સહી , જિંદગી પુરી કરી છે;
ઓકાત શું જમાનો, આપી શકે એને,
નશ્વરની મુલાકાત, ક્યાં અમે કરી છે;
રુહ નો પૈગામ છે, દિલદારી દિલમાં,
હકીકતમાં હકીકી, નિભાવી ખરી છે;
શ્વાસોમાં ભળી જ્યાં , સોહમ ખૂશ્બુ,
આનંદ રૂપે સદાય, ઉજાણી કરી છે;