*વસંતના વાયરામાં ફોરમ બની ફુલ્યા અમે,*
*દુનિયાનાં વાયરામાં માણસ બની જન્મ્યા અમે.*
*વૃક્ષોની ડાળીઓનાં સહારે ખીલ્યાં અમે,*
*સ્ત્રીની કોખમાં માણસ બની ખીલ્યાં અમે.*
*પ્રકૃતિનાં ઉન્માદ વચ્ચે ફુલબહાર ઉછર્યા અમે,*
*બાળપણનાં ઉન્માદ વચ્ચે ખિલખિલાટ ઉછર્યા અમે,*
*પર્ણને પાલવ બનાવી ફરકયા અમે,*
*મમતાનો પાલવ બનાવી સરકયા અમે.*
*ઉપર આભ અને નીચે ધરતી વચ્ચે જીવ્યા અમે,*
*માણસ બની દુનિયા અને ઘર વચ્ચે જીવ્યા અમે...🥀*
*યોગી..*