Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યારેક એવું લાગે કે આવું મારી સાથે કેમ બન્યું? કે આવું મારી સાથે જ કેમ બન્યું?

કોઈ વસ્તુ જોઈતી હોય અને એ ના મળે. કોઈ ખાસ કોલેજ કે ફિલ્ડમાં જવું હોય અને એડમીશન ના મળે. કોઈ દોસ્ત, સાથી અચાનક આપણાથી હંમેશને માટે દૂર થઈ જાય. જે પ્રમોશનના તમે હકદાર હો એ ના મળે કે જોઈતી નોકરી જ ના મળે, ગમતી/ગમતો છોકરી/છોકરો ના મળે ત્યારે આપણા મનમાં આ સવાલ અચૂક આવે જ કે મારી સાથે આવું કેમ થયું!

એ વખતે આપણે નિયતિને, ભગવાનને દોષિત માનીને એનાથી ગુસ્સે થઈ જઈએ, મનની અકળામણ દૂર કરવા હવાતિયાં માર્યા કરીએ અને પછી એક નવું પ્રકરણ જીવનમાં ચાલું થાય... શરૂઆતમાં એ આપણને ગમે કે ના પણ ગમે... ધીમે ધીમે એ નવા પ્રકરણમાં આપણે ગોઠવાઈ જઈએ છીએ..જૂના ઘાવ રૂઝાવા લાગે છે, એના નિશાન ક્યારેક પીડા જરૂર આપી જાય પણ હવે એ પહેલા જેટલું દુઃખી નથી કરતા...

આ સમયે જો તમે તટસ્થ થઈને તમારી પાછલી જિંદગી વિશે વિચારશો અને જો ભગવાનની તમારા ઉપર કૃપા હશે તો સમજાશે કે, જે થયું યોગ્ય જ થયું! જે તે સમયે જે તમને નહતું મળ્યું એને લાયક તમે નહતા એવું નહતું પણ એ તમારે લાયક નહતું! આજે તમારા જીવનની જે ઊંચાઈએ તમે ઊભા છો એ એટલા માટે કે ભૂતકાળમાં તમને નિરાશા મળી હતી! So, say thanks to all your previous નિરાશા...😁

જીવન પ્રત્યેનો મારો અનુભવ મને કહે છે ઈશ્વર ખૂબ દયાળુ છે અને એ આપણને સૌને પ્રેમ કરે છે એનું કડક થવું અને આપણી ઇચ્છા પૂરી ના કરવી પણ આખરે તો આપણી ભલાઈ માટે જ હોય છે...તમારા ઘરમાં નાનું બાળક હોય તો વિચારી જોજો, જ્યારે પણ એની કોઈ જીદ તમે પૂરી ન કરો, એ રડતું હોય, ધમપછાડા કરતું હોય અને છતાં તમે મક્કમ રહી એની વાત ના જ માનો...એ કોના ફાયદા માટે?

I love my Krishna...and he loves me too 🌹

નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111332958
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now