આજનું શિક્ષણ આપણ ને જ્ઞાન તો આપે છે પણ સંસ્કાર નથી આપતું. અને ઇતિહાસ કહે છે જો જ્ઞાન વધારે હશે તો માણસ ને ઈગો આવી જશે અને જો જ્ઞાન સાથે સંસ્કાર પણ હશે તો વ્યક્તિ ને ક્યારે ઈગો નહીં આવે. આજે આપણે બાળકો ને જ્ઞાન (શિક્ષણ ) તો આપીએ છીએ પણ સંસ્કાર આપવાનું ભૂલી જઈએ છીએ .પણ વિચાર થાય છે સંસ્કાર આપશે કોણ ?? અત્યારે માતા પિતા તો નોકરી માં વ્યસ્ત હોય છે. શિક્ષકો તો ...... છોડો અત્યાર ના શિક્ષકો ની વાત જ ના થાય..પોતાની વિદ્યાર્થીની ઉપર ખરાબ નજર રાખે. જેને સંસ્કાર આપવાના હોય એ ખુદ સંસ્કાર વગર ના થયા છે.
આજ થી 8 દિવસ પહેલા હું અમદાવાદ આવ્યો હતો. AMTS માં બેઠો થોડો જ સમય થયો કે એક 65 વર્ષ ના દાદી અને 70 વર્ષ ના દાદા AMTS માં ચડ્યા.હું મારી સીટ માં બેઠો હતો.એ દાદા અને દાદી ને સીટ મળી નહીં એટલે એ ઉભા ઉભા મુસાફરી કરતા હતા. હું તરત જ ઉભો થઇ ગયો અને દાદી ને કહ્યું દાદી તમે મારી જગ્યાએ બેસી જાવ .
દાદી : તો તું ક્યાં બેસીસ. ? મેં કહ્યુ હું તો હજી જવાન છું હું ઉભો રહી શકું છું . અને રહીશ તમે આરામ થી બેસો પછી દાદા ઉભા હતા તો એમને માટે પણ થોડી જગ્યા કરવી. પછી એમને મને સવાલ કર્યો .
દાદી : બેટા અમદાવાદ શહેર નો તો નથી લાગતો. ?
હું : હા હું ગામડા નો છું.
દાદી : તમે કેવા છો ? દરબાર ?
હું : હા દાદી
દાદી : વાહ બેટા હજી પણ તમારા સંસ્કાર તમારી ઓળખ કરે છે તારા દેખાય અને તારા કામ થી તારો પરિચય મળી ગયો બેટા..
થોડા સમય પછી મારા શિક્ષકે મને બોલાવ્યો હું ગયો પછી થોડા વાર પછી દાદી એ બોલાવ્યો એમને એક ફોન લગાવવો હતો . મેં લગાવી આપ્યો . થોડી વાર પછી દાદી બોલ્યા.
કહેવત હતી , કુવા માં હોય તો હવાડા માં આવે. હવે કુવા માં ના હોય તોય હવાડા માં આવે.
મેં કહયું હું કઈ સમજ્યો નહીં દાદી.
એમને કહ્યું. "તારા શિક્ષક છે 28 /30 વર્ષ ની ઉંમર છે મારા માટે તે તારી સીટ ખાલી કરી તારા દાદા ઉભા હતા પણ તારા શિક્ષકે ખાલી ના કરી આજ સંસ્કારો બતાવે છે બેટા. કે કુવા માં ના હોય તોય હવાડા માં આવવાનું હોય તો આવી જ જાય.
નોંધ : આ એકદમ સાચી ઘટના છે. જે બનેલી છે એક પણ લીટી બહાર ની નથી...