Always Remember These 15 Inspirational Thoughts For Got Progress And Success In Life
15 વાતો જેને વિચારવાથી થાય છે અઢળક લાભ અને જીવનમાં પ્રગતિ
કેટલીક એવી વાતો છે જેનો સતત વિચાર કરવાથી મન મસ્તિષ્કને થાય છે અપાર લાભ. વ્યક્તિમાં સકારાત્મક ઊર્જા આવે છે સાથે જ દરેક પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ આવે છે. અહીં જાણો એવી જ 15 વાતોઃ
1. મારી સાથે જે પણ થાય છે તેના પર મારું નિયંત્રણ નથી પણ આ પરિસ્થિતિમાં મારે કેવી રીતે પ્રતિભાવ આપવો છે તે મારા નિયંત્રણમાં છે. મારો પ્રતિભાવ જ મારી શક્તિ છે.
2. જીંદગીમાં જે પણ થાય છે હું દરેકને અપનાવું છું. હું દરેક પરિસ્થિતિમાં પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાના ઉદ્દેશ્યથી જ આગળ વધુ છું.
3. જ્યારે હું કોઈ કાર્યમાં સફળ થાઉં છું તો પોતાને એટલો સારો નથી માનતો જેટલો લોકો કહે છે સાથે જ હું જ્યારે કોઈ કાર્યમાં અસફળ થાઉં છું તો પોતાને એટલો કમજોર પણ નથી માનતો.
4. હું સમસ્યાઓને મેનેજ કરવાની જગ્યાએ મગજને મેનેજ કરું છું. હું કાયમ સકારાત્મક રહું છું.
5. જેટલી જલદી હું મુશ્કેલ પરિસ્થિતિઓથી બહાર નીકળીશ તેટલી જલદી હું પોતાનો લક્ષ્ય પ્રાપ્ત કરી શકીશ.
6. ખોટું પરફેકશન દેખાડવા કરતા સારું છે ભૂલો કરવી. કારણ કે ભૂલો કરતા આગળ વધવામાં કેટલીક વાતો શીખવાની મળે છે.
7. પડકાર મોટી સમસ્યા ત્યારે બને છે જ્યારે આપણે તેની સામે નમી જઈએ છે.
8. હું પોતાના ભયને છુપાવાના પ્રયાસ નહી કરું કારણ કે હું જાણુ છું કે ભય એટલા માટે છે જેથી મને યાદ રહે કે શ્રેષ્ઠ પ્રદર્શન આવવું હમણા બાકી છે.
9. મારી પાસે સમય નહી હોય તો હું સૌથી પહેલાં એ કાર્યોને છોડી દઈશ જેને કરવાનો કોઈ અર્થ નથી.
10. હું પોતાને શ્રેષ્ઠ વ્યક્તિ બનાવવાના પ્રયાસ કરતો રહીશ અને સતત કરીશ. હું માત્ર એ નહીં વિચારું કે હું સારો છું.
11. વર્તમાન જેવું છે ભવિષ્ય તેવું નહી હોય, ભવિષ્ય અલગ જ હશે. આજે મારી પાસે સોનેરી ભવિષ્ય બનાવવાની શક્તિ છે.
12. ખુશીઓ મારી પાસે ત્યારે જ આવશે જ્યારે તે મારી અંદરથી આવશે. ખુશીઓ માટે ખુશ રહેવું જરૂરી છે.
13. હું મારી પ્રતિષ્ઠા એ આધાર પર નહી બનાવી શકું કે હું એક દિવસ શું બનીશ.
14. જરૂરી નથી કે સાચી દિશામાં ઉઠાવેલા પગલાં મોટા જ હોય, એક નાની શરૂઆત કરવાથી પણ સફળતા મળશે.
15. નાની સફળતાને પણ ઉજવવી જોઈએ કારણ કે જો આપણે નાની બાબતોની ઉજવણી કરીશું તો જ મોટી સફળતા મળશે.