📕ડાયરી📕
તમારા આ પિતાજી નું કંઈક કરો આખો દિવસ કંઈ કામ નહીં ને સાંજ પડતાં જ તૈયાર પેટભરીને ખાઈ લેવું પછી *ડાયરી* લઇને તેમની રોજનીશી લખવા બેસી જવું પછી *આરામ*!!!
એક પત્ની તેનાં આ બળાપો પતિ આગળ ઠાલવી રહી હતી, *વહુ ઘેલા પતિએ પણ મનોમન આ રોજનાં કંકાસ ની દવા વિચારી લીધી*.
બીજે દિવસે પ્રાતઃકાળે જ પુત્રએ પિતાજી ને કહ્યું કે *બાપુજી ચાલો આજે આપણે પ્રયાગરાજ કુંભમેળામાં ગંગા સ્નાન કરીને આવીએ*.
પિતાપુત્ર બન્ને કુંભમેળામાં ભરચક મેદની વચ્ચે આવ્યા ત્યાં જ *મજબૂત હાથવાળા પુત્રએ વૃદ્ધ પિતાના નિર્બળ કાંડાને થોડું ઢીલું કરીને છોડી દીધું*.
મેળાની એ ભીડમાં *બાપની આંખોથી પુત્ર ક્યારે ગાયબ થયો કંઈ ખ્યાલ જ ના આવ્યો*.
ખુશી સાથે પુત્રએ ઘરે આવીને પત્ની ને બધી ઘટનાનું વર્ણન કરતાં હતાં ત્યાં જ *તેની નજર બાપુ ની તે ડાયરી પર ગઈ*.
પુત્રએ લાલચ સાથે ડાયરી નું વાંચન ચાલુ કર્યું ત્યાં જ *એક પાને આવીને પુત્રના હોઠ હલતા બંધ થઈ ગયા અને આંખોએ ડાયરી નું પાનું પલાળી નાખ્યું હતું*.
ડાયરીનાં એ પાનનું લખાણ પચીસ વર્ષ પૂર્વે નું હતું કે *આજ રોજ માં ગંગાએ મારી મનોકામના પૂર્ણ કરી મારા ઘડપણ નો ટેકો પત્ની ના ગર્ભમાં તો ના આપ્યો પણ આ મેળામાં આપ્યો* માં તને ખુબ ખુબ વંદન.
આ લખાણ પર પડેલા *પુત્રનાં અશ્રુગંગા થી પાપ ધોવાનો પ્રયત્ન હતો* પણ *તે સાર્થક તો ત્યારે જ થયો જ્યારે તે ડાયરીને લખનાર બીજે દિવસે પુત્ર નાં ખભાને ટેકે ઘરે આવી રહ્યા હતા*.