લખવું અને તમારું લખાણ લોકો સુધી પહોંચાડવું બંને ખૂબ અલગ બાબત છે.
ઘણા લોકો સારું લખી લેતા હોય, મારી જ વાત કરું તો લખવાનું મારા માટે સરળ છે, એ મને ગમે છે પણ એને લોકો સુધી પહોંચાડવા શું કરવું...એ મોટો પ્રશ્ન હતો અને મારી મદદે આવ્યું માતૃભારતી!
Mahendra Sharma Sir લોકો એમની માતૃભાષામાં વાંચી શકે એવું એક એપ લઈને આવ્યા. અમારા જેવા નવોદિત લેખકો સાથે જૂના અને જાણીતા લેખકોની રચના પણ ઓનલાઇન ફ્રીમાં વાચકો સમક્ષ મૂકી અને ધીરે ધીરે આ સંખ્યા લાખોનો આંકડો પાર કરી ગઈ...એ એપ એટલે માતૃભારતી!
મારા માટે તો બધા ઓનલાઇન પ્લેટફોર્મ સરસ સ્ટેજ બની રહ્યા છે જ્યાં મારા વિચારો વ્યક્ત કરી હું વાચક મિત્રોનો અઢળક સ્નેહ મેળવી શકી છું...પણ એ બધામાં માતૃભારતીની વાત નિરાળી છે, એ એટલા માટે કે એ કોઈ ઑફિસની ચાર દીવાલો વચ્ચે કામ કરતી સંસ્થા નથી પણ વારંવાર લેખકો અને વાચકોને કોઈને કોઈ પ્રોગ્રામ રાખી એમની સાથે ભળી જઈ કામ કરતો પરિવાર છે. જ્યાં પણ માતૃભારતીનો પ્રોગ્રામ હોય એમની ટીમ સાથે મહેન્દ્રભાઈ સતત હાજર હોય, દરેક લેખક ઉપર એમની નજર હોય, કોઈને સહેજ પણ તકલીફ ના પડે એનું એ ધ્યાન રાખતા હોય, નવા, શરમાતા, ગભરાતા લેખકોને મંચ પર બોલાવી એમના હાથમાં માઇક પકડાવી એમને લોકો સામે બોલવાની ફરજ પાડે અને બાજુમાં ઊભા ઊભા સતત આંખોથી, હાથથી ઈશારા કરતા હોય કે, ‘સરસ સરસ બોલો' અને એમને જોઇને કોઈને પણ બોલવાની હિંમત થઈ જ જાય...
કાલે મારા જેવી અત્યંત શરમાળ અને સ્ટેજ ઉપર જવાની મહાઆળસુ નારીને તમે તમારો હાથ આપી આગળ કરી, જિંદગીમાં પહેલી વખત મેં આટલા બધા અજાણ્યા લોકો આગળ સ્ટેજ ઉપર જઈ શું બોલવાનું છે એ ખબર ના હોવા છતાં બે શબ્દો કહ્યા...એ તમે બાજુમાં ઊભા સતત મને હિંમત આપી રહ્યા હતા એટલે જ શક્ય બન્યું...ખૂબ આભાર મહેન્દ્ર ભાઈ, માતૃ ભારતી દિવસે બે ઘણી અને રાત્રે ચાર ઘણી પ્રગતિ કરતું રહે એવી મારી શુભકામના...🙏
ટુંકમાં હવે મારે સ્ટેજ ઉપર જઈને પ્રવચન આપવાની પ્રેક્ટિસ કરવી જ પડશે...જિંદગી કંઇક નવું લઈને આવે એટલે એનું સ્વાગત કરી વધાઈ લેવાનું...🥰