તારો પ્રેમ પદાર્થ લઈને હરિ હવે આવી જા તું!
મારી ભૂલો બધી ભૂલીને હરિ હવે આવી જા તું!
કરુણા તારી કેશવ અપરંપાર રહી છે કેટલીને,
હૈયે હેત હરિવર ધરીને હરિ હવે આવી જા તું!
આ તો છે પ્રતિક્ષા ઉરની અવધેશ વિચારજે,
છે મારે પ્રભુ ખરાખરીને હરિ હવે આવી જા તું!
છે સર્વસ્વને સર્વોપરી મારે તું એક મનમોહન,
તારી મમતા ખુલ્લી કરીને હરિ હવે આવી જા તું!
નાથ તારા શરણે ન હોય ભય ચિંતા કે ઉપાધિ,
આંખ મારી નિહાળી ઠરીને હરિ હવે આવી જા તું!
ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.