🌹 *વાચકોનો આભાર ખૂબ ખૂબ ધન્યવાદ 🌹*
આજે 26 જાન્યુઆરી 2020..મારાં જીવનમાં આવી શુભ ધન્યઘડી..
આજે મારાં લાખો વાચકોએ મને વધાવી માતૃભારતી..મારી માતૃસંસ્થાનો ઉચ્ચતમ એવૉર્ડ.. રીડર્સ ચોઇસ એવોર્ડ 2019 મારાં નામે લખી દીધો.
દિલથી બધાંજ વાચકોનો ખૂબ ખૂબ આભાર માનું છું.
મારી બધીજ નવલકથાઓને ખૂબ પસંદ કરી છે અને સન્માનીય એવોર્ડ આપી સન્માન કર્યું છે તે માટે મહેન્દ્રભાઈ અને માતૃભારતી ટીમ તથા વાચકોને ખૂબ ખૂબ આભાર. આ એવોર્ડ મારાં વાચકોને સમર્પિત.
*આજની સાંજ જ્યારે માણી ત્યારે મનમાં સ્ફુરી એક કવિતા જેનાં શબ્દ છે....*
આથમણે ઉગ્યો સૂરજ સાંજ બની સવાર આજ.
સાંજ બની ગુલાબી સાથે થોડી નશીલી થઈ આજ.
સાંજ પછી થવાની રાત નક્કી રોજનું બધું હતું આજ.
ઢળતી સાંજે દિવસ ઉગ્યો અચરજ ઘણું થયું આજ.
આનંદે હૈયું ઉઠ્યું નાચી જાણે દિવસ વધ્યો એક આજ.
સિરપાવની આ ઘડીએ "દિલ" ભરાઈ આવ્યું મારું આજ.
અત્યારે ચાલી રહેલી "રિવેન્જ" નવલકથા 1 લાખ ડાઉનલોડ થવાની સાવ નજીક છે.
અત્યાર સુધીની બધીજ નવલકથાઓ..
પ્રેમાગ્નિ , પ્રેમ અંગાર, પ્રણય સપ્તરંગી, ઉજળી પ્રીતનાં પડછાયા કાળા, પ્રેમ વાસના, રિવેન્જ, ટ્રુથ બિહાઇન્ડ લવ. ખૂબ આવકાર પામી છે.
આવનાર અને અત્યારની વંચાઈ રહેલી નવલકથા વાંચો વંચાવજો. ખૂબ સહકાર મળ્યો છે આપતા રહેજો હું તમારું મારી કવિતા, ગઝલ, અને નવલકથાથી સંપૂર્ણ મનોરંજન કરતો જ રહીશ.
આપનો દક્ષેશ ઇનામદાર. "દિલ"..