હોવી જોઇએ
જિંદગી જબરદસ્ત હોવી જોઇએ,
પણ સાથે તું હોવી જોઇએ.
પહેલી પસંદ મારી તું હોવી જોઇએ,
ચાહત પણ બેસુમાર હોવી જોઇએ.
ચા ની પ્યાલી બે હોવી જોઇએ,
એ પણ તારા હાથ ની હોવી જોઇએ.
મિત્રો કેરી મોજ હોવી જોઇએ,
થોડી નહિ ભરપુર હોવી જોઇએ.
તારી પાસે એક ડાયરી હોવી જોઇએ,
'ગીરીશ' નામ ની કહાની હોવી જોઇએ.
✍ગીરીશ મકવાણા