"લાગણીના ક્યાં કદી લેખિત કરારો હોય છે,
હા!!અધુરીવાત ના મતલબ હજારો હોય છે."
ક્યાં ચોઘડિયે હું ઓનલાઈન થઈ,
તારા શબ્દો સાથે મારી મુલાકાત થઈ.
વાતો-વાતોમાં તને હું જાણતી ગઈ,
તેમ-તેમ તને દિલથી મનોમન ચાહતી ગઈ.
શબ્દોનાં સંગાથે હું સપ્તરંગે રંગાતી ગઈ,
વાહ!!વાહ!!ની દાદ તારા દ્વારા દેવાતી ગઈ.
સમજણના સંબંધને હવે હું સમજતી થઈ,
આંખોની ભાષા હવે મને સમજાતી ગઈ.
ફક્ત શબ્દોની ઓળખાણ થી જ ખેંચાતી ગઈ,
નથી જોયાં છતાં તમને હું ઓળખતી ગઈ.
જ્યારે દિલની વાત તારી સામે કહેવાની વેળા થઈ,
ત્યાં જ નસીબે ચોપાટ ગોઠવાની શરૂઆત થઈ.
નસીબ સાથે લડી-ઝઘડી ને પણ રમત હારતી ગઈ,
ક્યાં ચોઘડિયે હું ઓનલાઈન થઈ કે હવે,
તારા માટે હવે હું એક અજનબી થઈ......
સોનલ.