Gujarati Quote in Thought by Jigisha Raj

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વ્હાલા મિત્રો, જોતજોતામાં આપણે 2020માં તો પ્રવેશી ગયા પણ હવે તો એનો પહેલો મહિનો પણ પૂરો થવા આવ્યો છે અને આપણે પહોંચી ગયા છીએ દેશના પ્રજાસત્તાક દિવસની ઉજવણી તરફ. ત્યારે તમે રફતાર પકડી છે કે નહીં? હજી તો જાણે હમણાં જ આપણે નવા વર્ષના સંકલ્પની વાત કરતાં હતાં અને આ તો જાન્યુઆરી પતવા આવ્યો. આજે આપણા દેશના સંવિધાન મુજબ આપણો 71મો ‘ગણતંત્ર દિવસ’ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારેએ વાતનો ગર્વ થાય છે કે આપણે એક એવા દેશમાં છીએ જ્યાં પ્રજા જ સર્વોપરી છે. આપણે પ્રજા તરીકે આપણા દરેક હક અને સગવડો ભોગવીએ અને મેળવીએ છીએ. પણ જેમ દરેક સિકકાની બે બાજુઓ હોય એમ આપણને મળતાં હક અને સગવડોની સામે આપણી પણ કેટલીક ફરજો બને છે. દેશના સંવિધાનમાં આવી કેટલીક મૂળભૂત ફરજોનો ઉલ્લેખ છે. જેમાં દેશની અખંડિતતા અને દેશની ગરિમા જાળવવા વિષે તો સાથે જ દેશની સંપત્તિની જાળવણી વિષે નિર્દેશ કરેલો છે. ભારત દેશના નાગરિક તરીકે આપણી પણ કેટલીક ફરજો છે, જે આપણે નૈતિક રીતે બજાવવાની હોય છે.
આપણા દેશના સંવિધાનની પ્રસ્તાવનામાં જણાવ્યા મુજબ આપણે પોતે જ સંવિધાનમાં દર્શાવેલા સિદ્ધાંતો મુજબ વર્તીને આપણા દેશના ગણતંત્રને મજબૂત બનાવવાનું છે. પણ હાલમાં આપણા બંધારણની વ્યવસ્થા અને તેમાં આપેલી કલમ કહો કે તેમાં આપેલા નિયમોનો છડેચોક વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ખરેખર શું આપણે આપણા નાગરિક્ત્વની ફરજ બજાવી રહ્યા છીએ કે કેમ, એ પ્રશ્ન છે!
આજકાલ દેશમાં એક કે બીજા મુદ્દે લોકો સરકારનો વિરોધ પ્રદર્શિત કરે છે. વિરોધ કરવો એ હક છે, પણ એ વિરોધની આડમાં દેશની સંપત્તિને નુકસાન ના પહોંચે એ જોવાની આપણી ફરજ છે. સંસ્કૃતિ કે આરક્ષણના નામે થતાં આંદોલન કે બંધની માઠી અસર દેશના સામાન્ય અને નબળા વર્ગના નાગરિકોને સીધી પહોંચે છે. દેશની ગરિમાના નામે આપણે વિરોધ કરીએ તો એની સામે એ ગરિમાના પ્રતિનિધિરૂપ સ્થળો , ઇમારતો કે અન્ય ચીજવસ્તુઓને નુકસાન કરીને આપણે શું સાબિત કરીએ છીએ?
વર્ષની શરૂઆત થઈ છે, ત્યારે ભારત દેશના એક નાગરિક તરીકે આપણે એક સંકલ્પ લઈએ કે દેશના હિતમાં શાસન ચલાવવા હેતુ જે કોઈ પણ નિર્ણય લેવાય, તેને સમજીએ અને જો યોગ્ય હોય તો ચોક્કસ તેને સમર્થન આપીએ. અથવા વિરોધ કરવા યોગ્ય હોય તો શાંતિથી, દેશના અન્ય નાગરિકોને નુકસાન પહોંચાડયા વિના આપણી વાતને સામા પક્ષ સુધી પહોંચાડીએ. તથા જ્યાં પણ હિંસક વિરોધ થતો હોય તો, ત્યાં એવા વિરોધનો આપણે વિરોધ કરી તેમણે સાચો રસ્તો બતાવીએ. તો જ આપણે આપણા દેશનું સન્માન જાળવી શકીશું. સાથે જ દેશના પ્રજાતંત્રને સાચા અર્થમાં ગણરાજ્ય કહી શકાય તેવું બનાવી શકીશું.
તો દોસ્તો ગણતંત્ર દિવસ નિમિત્તે મારા અને મારા પરિવાર તરફથી આપ સૌને 2020ના ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ.

Gujarati Thought by Jigisha Raj : 111330629
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now