Gujarati Quote in Poem by Armin Dutia Motashaw

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

For Australia, Amazon, Aarey....

વ્યથા

વ્યથા મારી સંભળાવી સંભળાવીને તને, હવે ગઈ છું હું થાકી હારી;

શા કાજ મારા તન મન પર લઈ, હું નોતરું વગર ફોકતની બીમારી.

થાકી ગઈ છું હું, વૃક્ષો નું આદેઢત ખૂન થતાં જોઈ; આં સંદરભમાં ઘણું છું રોઈ.

આં બંધ કરવા, મદદ કરતો નથી તું, કે કરતું નથી બીજું કોઈ.

બીજ વાવ્યા, વાવ્યા વૃક્ષ અનેક, પણ મેહનત મારી લાવતી નથી રંગ

શ્રદ્ધા, સબૂરી રાખું છું વર્ષોથી, પણ આવતી નથી એ કામ; ઓસરી રહ્યો છે ઉમંગ.

જંગલોમાં લાગે છે ભીષણ આગ; હઝારો પ્રાણી, પંખી, વૃક્ષ જાય છે એમાં ઓમાઈ.

હે સૃષ્ટિના રચેતા, ઓ સર્જનહાર, કર કૃપા, ધરતી આખી આં ભીષણ આગમાં, જાય ન સમાઈ.

જગાડ માનવ નું અંતકરણ, ઝંઝોડ એનું મન, તો પસીજે એનું દિલ;

થાકી ગઈ છું હું, જોઈ એમની બેરુખી; સાંભળતા એમની ખોટી દલીલ.

જાણે છે તું તો, થઈ રહ્યો છે આં ધરાપર બેહદ બગાડ;

કર તું જાદુ, જાગ અને જગાડ; તારો ડંકો હવે જલ્દી વગાડ

Armin Dutia Motashaw

Gujarati Poem by Armin Dutia Motashaw : 111328973
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now